Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો બાકી 22 બેઠકો પૈકી ઉત્તર ગુજરાત, કૂતિયાણા, ભાવનગર પૂર્વ બેઠક પર શું હોઇ શકે ભાજપનું ગણિત

ભાજપે પ્રથમયાદીમાં 160 ઉમેદવારો જાહેર કર્યા છે.. 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે..આ બેઠકો પર ભાજપે ચોક્કસ રણનીતી અંતર્ગત ઉમેદવારો ઉતારવાના બાકી રાખ્યા હોય તેવું મનાઇ રહ્યું છે. આ બેઠકો પર ઉમેદવારો ઉતારવાના બાકી રાખી ભાજપે સસ્પેન્સ ઉભુ કરી દીધું છે.. સૌથી પહેલા તો એ 22 બેઠકો પર નજર કરી લઇએ જેના પર ભાજપે ઉમેદવાર ઉતારવાના બાકી રાખ્યા છે. રાધનપુર પાટણખેરાલુ હિંમતનગર ગાંધીનગર ઉà
જાણો બાકી 22 બેઠકો પૈકી ઉત્તર ગુજરાત  કૂતિયાણા  ભાવનગર પૂર્વ બેઠક પર શું હોઇ શકે ભાજપનું ગણિત
ભાજપે પ્રથમયાદીમાં 160 ઉમેદવારો જાહેર કર્યા છે.. 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે..આ બેઠકો પર ભાજપે ચોક્કસ રણનીતી અંતર્ગત ઉમેદવારો ઉતારવાના બાકી રાખ્યા હોય તેવું મનાઇ રહ્યું છે. આ બેઠકો પર ઉમેદવારો ઉતારવાના બાકી રાખી ભાજપે સસ્પેન્સ ઉભુ કરી દીધું છે.. સૌથી પહેલા તો એ 22 બેઠકો પર નજર કરી લઇએ જેના પર ભાજપે ઉમેદવાર ઉતારવાના બાકી રાખ્યા છે. 
રાધનપુર 
પાટણ
ખેરાલુ 
હિંમતનગર 
ગાંધીનગર ઉત્તર 
ગાંધીનગર દક્ષિણ 
માણસા
કલોલ
વટવા
ધોરાજી
ખંભાળીયા 
કુતિયાણા
ભાવનગર પૂર્વ
પેટલાદ 
મહેમદાબાદ 
ઝાલોદ 
ગરબાડા 
જેતપુર(પાવી) 
સયાજીગંજ 
માંજલપુર 
ડેડિયાપાડા 
ચોર્યાસી 
શું વિભાવરીબેનનું પત્તુ કપાશે ?
જે 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે..તેમાં ભાવનગર પૂર્વ બેઠક પરથી શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેનું પત્તુ કપાય તેવી પૂરી શક્યતા છે..વિભાવરીબેનના સ્થાને કોને ટિકીટ આપવી 
ચોર્યાસી  બેઠક પર મળી શકે છે સંદિપ દેસાઇને ટિકીટ 
તેને લઇને ચર્ચાનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ધાનસભાની ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલના સ્થાને સંદિપ દેસાઇને ટિકીટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. 
કૂતિયાણા બેઠક માટે ભાજપ પાર પાડી શકે છે ઓપરેશન ?
કૂતિયાણા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બે ટર્મથી એનસીપીની સત્તા છે. કોંગ્રેસ સાથે એનસીપી ગઠબંધન કરે છે. જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કૂતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કર્યુ હતું ત્યારથી અહીં કોંગ્રેસ-એનસીપી વચ્ચે તિરાડ પડી ગઇ છે. બીજી તરફ આ ચૂંટણીમાં એનસીપી-કોંગ્રેસનું સત્તાવાર ગઠબંધન હજુ થયું નથી..આ બેઠક પર ભાજપ કોઇ ઓપરેશન પાર પાડી કાંધલ જાડેજાને ટીકીટ આપે તેવી શકયતા છે. 
 ઉત્તર ગુજરાત માટે ભાજપ પૂરેપુરી રણનીતી સાથે મેદાનમાં ઉતરશે
ઉત્તર ગુજરાતની ખેરાલુ, પાટણ, રાધનપુર, હિંમતનગર જેવી બેઠકો પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી...ઉત્તર ગુજરાતની આ બેઠકો પર ભાજપ ખુબજ રણનીતીપૂર્વક ઉમેદવારો ઉતારશે તેવુ માનવામાં આવે છે જેથી ઉત્તર ગુજરાતમાં જે રીતે ભાજપને ગત ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડ્યું હતું તેવું ઉઠાવવું ન પડે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.