Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલના જૂઠ્ઠાણાનો પર્દાફાશ- અમદાવાદના રીક્ષાચાલકનો ખુલાસો

ગુજરાતમાં ચૂંટણી ટાણે અવારનવાર આવતા અરવિંદ કેજરીવાલનું મત માટેના મરણિયા પ્રયાસો કરતા હોવાની હકીકતની પોલ ખૂલી છે. આપના વધુ એક જૂઠ્ઠાણાનો આજે પર્દાફાશ થયો છે. કેજરીવાલ મત મેળવવાં કેવા કેવાં ગતકડાં કરે છે તે આજે ફરી એકવાર સામે આવ્યું છે.  છેલ્લે અમદાવાદ મુલાકાત વખતે આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદમાં આવ્યાં ત્યારે તેઓ અમદાવાદના અક રીક્ષા
કેજરીવાલના જૂઠ્ઠાણાનો પર્દાફાશ  અમદાવાદના રીક્ષાચાલકનો ખુલાસો
ગુજરાતમાં ચૂંટણી ટાણે અવારનવાર આવતા અરવિંદ કેજરીવાલનું મત માટેના મરણિયા પ્રયાસો કરતા હોવાની હકીકતની પોલ ખૂલી છે. આપના વધુ એક જૂઠ્ઠાણાનો આજે પર્દાફાશ થયો છે. કેજરીવાલ મત મેળવવાં કેવા કેવાં ગતકડાં કરે છે તે આજે ફરી એકવાર સામે આવ્યું છે.  છેલ્લે અમદાવાદ મુલાકાત વખતે આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદમાં આવ્યાં ત્યારે તેઓ અમદાવાદના અક રીક્ષા ચાલાકના ઘરે જમવા ગયા હતા. પરંતું હવે આ એક પ્બલિસિટી સ્ટંટ હોય તેવું લાગી રહ્યું છે કારણકે આજે આ રીક્ષાચાલક વડાપ્રધાનનો આશિક નીકળ્યો છે. આજે અમદાવાદમાં વડાપ્રધાનની રેલીમાં દેખાયો હતો. તેનાથી  સૌને મુંઝવણ સર્જાઇ હતી.  વિક્રમે મીડિયા સાથે વાતચીતમાં આ મુદ્દે પર્દાફાશ કર્યો હતો. 
 
 રીક્ષાચાલક વિક્રમની કબૂલાત 
 - અમદાવાદમાં રીક્ષા ચાલક યુનિયનની મળી હતી મીટીંગ
 -  રીક્ષા યુનિયનની મીટિંગમાં મને મળ્યું હતું આમંત્રણ
 - ભાવ વધારા મુદ્દે મળી હતી મીટીંગ
-  મિટિંગમાં ગયા પછી મને કેજરીવાલને આમંત્રણ આપવા કહેવાયું વિક્રમ
-  મેં આમંત્રણ આપ્યું તેમને સ્વીકાર્યું અને મેં જમાડીને મોકલી દીધા 
-  હું પહેલેથી મોદી સાહેબનો આશિક
Advertisement

વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા અરવિંદ કેજરીવાલ
વિક્રમ દંતાણીએ આજે પોતાની આપવીતી જણાવી હતી અમદાવાદના આ રીક્ષાચાલકે કહ્યું કે, આ હું આપ સાથે જોડાયેલો જોડાયેલો નથી. મને રીક્ષા યુનિયનની મિટિંગમાં પહોંચવા આમંત્રણ અપાયું હતું, અને મને ત્યાં જઇને ખબર પડી કે દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવવાના છે, મને યુનિયન તરફથી તેમને જમવા માટે આમંત્રણ આપવા કહેવાયું હતું. એક ગુજરાતી તરીકે મેં તેમને આમતંત્ર આપ્યું તેઓ મારા ઘરે આવ્યાં તેમણે પ્રોટોકોલ તોડ્યો તેનું પણ મને દુખ થયું હતું. મેં મહેમાન તરીકે તેમને જમાડીને મોકલી દીધા.  વિક્રમ દંતાણીએ વધુમાં કહ્યું કે હું પહેલેથી ભાજપનો કાર્યકર્તા છું, હું ભાજપમાં જાઉં છું અને જતો રહીશ. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. 

રીક્ષા ચાલક ભાજપના ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો
આપને જણાવી દઇએ કે અમદાવાદમાં 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકો સાથે સંવાદ  કર્યો હતો.  ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે ગયા હતા. જો કે આજે હવે આજ રીક્ષા ચાલક ભાજપનો ખેસ પહેરીને નરેન્દ્ર મોદીની સભામાં પહોંચ્યો હોવાથી રાજકીય માહોલમાં ગરમાયો છે. 
જોકે બીજી તરફ અરવિંદ કેજરીવાલે આ રીક્ષાચાલકના ઘરે જમ્યા બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પૂરા પરિવારે ખૂબ જ ભાવપૂર્વક જમાડ્યાં. વિક્રમભાઈના પૂરા પરિવારને હું મળ્યો. મને ખૂબ જ સારું લાગ્યું. આપણે જે ઘરમાં ભોજન કરતા હોઈએ છીએ તે જ ભોજન કરીને મને આનંદ થયો.' 
Tags :
Advertisement

.