Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ કાર્યાલય ઉપર પ્રથમ વખત ચૂંટણીમાં ઉમેદવારને લઈ કાચ નહીં પણ ફટાકડા ફૂટ્યા

ભરૂચ (Bharuch) જિલ્લામાં લોકસભાની ચૂંટણી કે હોય કે પાછી હોય ભરૂચ નગરપાલિકાની કે હોય વિધાનસભાની ચૂંટણી ઉમેદવારોને લઈ કોંગ્રેસના (Congress) હોદ્દેદારો હંમેશા કાર્યાલયના કાચ તોડતા હોય છે પ્રથમ વખત કોંગ્રેસ કાર્યાલય ના કાચ નહીં પણ ફટાકડા ફૂટતા આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો અને ઉમેદવારને હોદ્દેદારોએ આવકારી તેઓને જંગી મતોથી જીતાડવાની નેમ લીધી હતીફટાકડા ફોડી ઉજવણી થઈભરૂચ જિલ્લà
કોંગ્રેસ કાર્યાલય ઉપર પ્રથમ વખત ચૂંટણીમાં ઉમેદવારને લઈ કાચ નહીં પણ ફટાકડા ફૂટ્યા
ભરૂચ (Bharuch) જિલ્લામાં લોકસભાની ચૂંટણી કે હોય કે પાછી હોય ભરૂચ નગરપાલિકાની કે હોય વિધાનસભાની ચૂંટણી ઉમેદવારોને લઈ કોંગ્રેસના (Congress) હોદ્દેદારો હંમેશા કાર્યાલયના કાચ તોડતા હોય છે પ્રથમ વખત કોંગ્રેસ કાર્યાલય ના કાચ નહીં પણ ફટાકડા ફૂટતા આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો અને ઉમેદવારને હોદ્દેદારોએ આવકારી તેઓને જંગી મતોથી જીતાડવાની નેમ લીધી હતી
ફટાકડા ફોડી ઉજવણી થઈ
ભરૂચ જિલ્લા મતવિસ્તારમાં હંમેશા કોંગ્રેસમાં ઉમેદવારને લઈ ધમાચકડી થતી હોય છે અને ઘણી વખત કોંગ્રેસ કાર્યાલયના કાચ પણ તૂટતા હોય છે ભરૂચ મત વિસ્તારમાં મજબૂત ઉમેદવાર તરીકે જયકાંત ઉર્ફે જયકાંત શિખરેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા કોંગ્રેસના હોદ્દેદારોએ તેઓને આવકારી લીધા હતા અને કોંગ્રેસ કાર્યાલય ઉપર મોટી માત્રામાં હોદ્દેદારો અને સમર્થકોએ એકત્ર થઈ ફટાકડા ફોડી આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ થયો હતો
સરપંચ બની કાર્કિર્દીની શરૂઆત
ભરૂચ (Bharuch) મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ 25થી વધુ ગામોમાં પ્રભુત્વ ધરાવે છે અને તેઓ અનેક ઉંચા પદ ઉપર રહી ચૂક્યા છે શું છે જયકાંત પટેલની રાજકીય કારકિર્દી ઉપર નજર કરવામાં આવે તો તેઓ 1984 કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા અને 1990માં અંકલેશ્વરના માંડવા ગામના સરપંચ તરીકે રહી ચૂક્યા છે 1995માં તેઓ પુનઃ અંકલેશ્વરના માંડવા ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને 2000માં ભરૂચ જિલ્લા પંચાયતના અંદાડા બેઠા થી વિજય મેળવ્યો હતો અને તેમાં સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન વિભાગના ચેરમેન તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.
સરહારી નેતા
તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓબીસી મોરચાના મહામંત્રી પદ ઉપર રહી ચૂક્યા છે 2007માં અંકલેશ્વર વિધાનસભાની ટિકિટની માંગણી કરી હતી અને ત્યારબાદ 2012માં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી અને ભરૂચ જિલ્લા સહકારી સંઘમાં ડિરેક્ટરની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને 2022માં તેઓએ ભરૂચ મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી ઉતર્યા છે અને તેઓ ભરૂચ જિલ્લાના મત વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા હોવાની માન્યતાઓ રહેલી છે.
ઉજવણી થઈ
ભરૂચ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયકાંત ઉર્ફે જયકાંત શીખરે જાહેર થતાં કોંગ્રેસ કાર્યાલય ઉપર સમર્થકો અને હોદ્દેદારોમાં અને ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા અને આતશબાજીથી દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો અને ઢોલ નગારા સાથે હોદ્દેદારો અને સમર્થકો પણ જૂની ઊઠ્યા હતા અને ઉમેદવારને આવકારી ફુલહાર કર્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.