Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"ભાજપે અગાઉ અમારા કોર્પોરેટરને તોડવા માટે ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરી હતી"

સુરતમાં 'આપ'ના પાંચ કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરીયો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં આપના કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. હવે આપના નેતા ઈશુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ તોડવાની કોશિશ કરે છે. અગાઉ પણ ત્રણ કરોડ રૂપિયાની ઓફર આપવામાં
 ભાજપે અગાઉ અમારા કોર્પોરેટરને તોડવા માટે ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરી હતી
સુરતમાં 'આપ'ના પાંચ કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરીયો ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં આપના કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. હવે આપના નેતા ઈશુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ તોડવાની કોશિશ કરે છે. અગાઉ પણ ત્રણ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ. અમારા કોર્પોરેટરમાંથી કેટલાક લાલચમાં આવી ગયા હોઈ શકે. ભાજપ પેપર ફોડે છે, આઉટસોર્સિંગ કરે છે, અને લૂંટફાટની ઘટના પણ ઘટે છે. રાજ્યમાં તંગ પરિસ્થિતિ વચ્ચે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાજપમાં જોડવામાં વ્યસ્ત હતા.
"શું લાલચ આપી હશે તે ખબર નથી"
વધુમાં ઇસુદાન ગઢવી પત્રકારોને કહ્યું હતું કે, ભાજપ સાત વર્ષમાં પાંચ હજાર કરોડના ફંડ ઉપર પહોંચ્યું છે કોર્પોરેટરોને ખરીદતા પહેલાં ત્યાંની જનતાને આ વિશે પૂછવું જોઈએ. અમારા પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે તેને શું લાલચ આપી હશે તે ખબર નથી. પરંતુ ચૂંટણી  આવવા દો....ભાજપમાં કેવા ભડકા થાય છે તે જો જો. અમે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરીશું. આજે અમારી લીગલ ટીમ સાથે આ અંગેની બેઠક પણ કરવામાં આવી છે.  અમે યુવાનોની હત્યા અને પેપર્સ લીક મામલે રાજ્યપાલને મળવા જઈશું.
"ભાજપે કોઈપણ પ્રકારે ઝૂકવું પડશે"
ઇશુદાન ગઢવીએ કહ્યું કે, લાંચ લેનાર અને આપનાર બને ગુનેગાર છે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ દુઃખી અને નારાજ છે. અમારી ગુજરાતની જનતાને વિનંતી છે કે જાગૃત થાવ. જનતા ભાજપની ખરીદ-વેચાણથી વાકેફ થાય. યુપીમાં 9 ધારાસભ્ય અને 4 મંત્રી ગયા. પેપર ફોડ પાર્ટીમાં લોકો કેમ જોડાય?  અગાઉ પણ કોંગ્રેસના 14 જેટલા ધારાસભ્યોને ભાજપે તોડ્યા હતા.
ગોપાલ ઇટાલીયાના ગંભીર આક્ષેપ
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, પૈસાની લાલચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે અને ભાજપના કોર્પોરેટર પર દબાણ કરાયું હતું.આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નહીં કરે વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા. સી.આર.પાટીલ ચૂંટણી આવે ત્યારે આવું બધું કરે છે. 
ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોનો આપ પર આરોપ
આ મુદ્દે ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર જ્યોતિકા લાઠીયાનું નિવેદન પણ સામે આવ્યું છે કે, ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઋતા દુધાતએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ અમારા ઉપર અત્યાચાર કર્યો છે. અને અત્યાચાર કરનાર તમામ સામે હું ફરિયાદ કરીશ. અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો અમે દબાણને કારણે કંટાળીને પક્ષ છોડ્યો છે. કોર્પોરેટર ભાવના સોલંકીએ આપ પર આરોપ લગાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દલિત સમાજને પછાત ગણે છે.
Advertisement
Tags :
Advertisement

.