Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની આ બેઠકોનો ઈતિહાસ રહ્યો છે રસપ્રદ, આ વખતે જામશે ખરાખરીનો ખેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે અને રાજકિય પક્ષોએ ચૂંટણીના આ રણમેદાનમાં પોતાના યોદ્ધા ઉતારવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગુજરાતની એ મહત્વપૂર્ણ વિધાનસભાની સીટો વિશે અમે તમને જણાવીશું જેમાં આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે.દરિયાપુર બેઠકઅમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી ત્
12:30 PM Nov 12, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે અને રાજકિય પક્ષોએ ચૂંટણીના આ રણમેદાનમાં પોતાના યોદ્ધા ઉતારવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગુજરાતની એ મહત્વપૂર્ણ વિધાનસભાની સીટો વિશે અમે તમને જણાવીશું જેમાં આ વખતે ખરાખરીનો જંગ થવાનો છે.
દરિયાપુર બેઠક
અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી ત્યારથી કોંગ્રેસના ગિયાસુદ્દીન શેખ વિજેતા થતા રહ્યા છે. આ વખતે AIMIM અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, જેના કારણે અહીં ચતુષ્કોણીય મુકાબલો જોવા મળી શકે છે. આ મતવિસ્તાર મુસ્લિમ બહુમતી બેઠક છે. આ બેઠક પર મતદારો માટે ચાર પાર્ટીઓના વિકલ્પ છે ત્યારે એ જોવું રહ્યું કે
જમાલપુર-ખાડિયા બેઠક
જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક મુસ્લિમ બહુમતિવાળો મતવિસ્તાર છે આ વખતે આ બેઠક પર પણ ભારે રસાકસી જોવા મળશે. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સાબીર કાબલીવાલા વચ્ચેની સ્પર્ધાને કારણે મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું જેનો ભાજપને ફાયદો મળ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક મેળવી હતી. કાબલીવાલા હવે AIMIMના ગુજરાત યુનિટના પ્રમુખ છે અને આ સ્થિતિમાં આ મતવિસ્તારમાં ભારે રસાકસી જોવા મળવાની છે.
મણિનગર બેઠક
મણિનગર વિધાનસભા બેઠકનો ગુજરાતની હાઈપ્રોફાઈલ બેઠકોમાં સમાવેશ થાય છે. 1990ના દાયકાથી ભાજપનો ગઢ રહેલી આ બેઠકમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002, 2007 અને 2014માં મણિનગરથી ચૂંટણી જીતી હતી. આ બેઠક પર આ વખતની ચૂંટણીમાં સૌની નજર હશે.
ઘાટલોડિયા બેઠક
ઘાટલોડિયા બેઠકમાં સૌથી વધારે સંખ્યામાં પાટીદાર મતદારો છે. રાજ્યને બે મુખ્યમંત્રી આ ઘાટલોડિયા બેઠક પરથી મળ્યા છે. આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ જીત્યા હતા. ભાજપે 2017માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. અનામત આંદોલનથી ઉભો થયેલો વિવાદ છતાં ભૂપેન્દ્ર પટેલે આ બેઠક પરથી 1.17 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. હાલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ગુજરાતની આ હાઈપ્રોફાઈલ બેઠક પર મુખ્યમંત્રીનો ચહેરો ચૂંટણી લડતો હોય સૌની નજર આના પર રહેવાની છે.
ગાંધીનગર ઉત્તર બેઠક
વર્ષ 2008માં ગાંધીનગર ઉત્તર મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના અશોક પટેલ બહુ ઓછા માર્જિનથી જીત્યા હતા, તો 2017માં તેઓ કોંગ્રેસના નેતા સીજે ચાવડા સામે હારી ગયા હતા. ગાંધીનગરમાં મોટાભાગના લોકો રાજ્ય સરકારના કર્મચારીઓ છે અથવા તેમના પરિવારના સભ્યો રહે છે. આ વખતની ચૂંટણીમાં ગાંધીનગરની આ બેઠક રસપ્રદ બની રહેશે કારણ કે આ રાજ્યનું પાટનગર છે અને પાટનગરમાં રહેતી જનતાનો શું મૂડ છે તે આ બેઠકના પરિણામ પરથી જોવા મળશે.
રાજકોટ પશ્ચિમ બેઠક
નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. વજુભાઈ વાળાએ આ બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી દીધી હતી. ગત ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેની સામે કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ પોતાની સુરક્ષિત બેઠક છોડી અહીંથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરૂની હાર થઈ હતી ત્યારે હવે રાજકોટની આ બેઠક પર ચૂંટણીનો જંગ જામવાનો છે. એ સિવાય રાજકોટની અન્ય બેઠકો પર પણ સૌની નજર રહેશે.
અમરેલી બેઠક
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા વર્ષ 1962માં અમરેલીમાંથી ચૂંટાયા હતા. 1985થી 2002 સુધી અમરેલીમાંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. જોકે 2002માં મોટો અપસેટ સર્જાયો અને આ બેઠક કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપ પાસેથી છીનવી લીધી હતી. જે પછીથી વર્ષ 2012 અને 2017માં ફરી પરેશ ધાનાણી ફરી  જીતી ગયા હતા. ગત ચૂંટણીમાં અમરેલી જિલ્લાએ સૌને ચોંકાવી દીધા હતા. અહીંના મતદારોએ પાંચેય વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દેતા મોટો અપસેટ સર્જાયો હતો ત્યારે આ વખતની ચૂંટણીમાં અમરેલી પર સૌની નજર રહેશે.
પોરબંદર બેઠક
પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દબંગ નેતાઓ મેદાન-એ-જંગમાં છે. એક તરફ ભાજપના બાબુભાઈ બોખિરીયા તો સામે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા મેદાનમાં છે ત્યારે આ બેઠક પર કયા દબંગ નેતા કોને પછડાટ આપે છે તે જોવું રસપ્રદ રહેશે અને અહીંની ચૂંટણી પણ રસાકસી પૂર્ણ રહેશે. મેર અને કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2017માં બોખીરિયાએ મોઢવાડિયાને 1,855 મતોથી હરાવ્યા હતા.
કુતિયાણા બેઠક
ગુજરાતમાં NCPના ફાળે એક માત્ર કુતિયાણા બેઠક છે. સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાનું આ બેઠક પર વર્ષ 2012થી વર્ચસ્વ છે. કુતિયાણા વિધાનસભા બેઠક પોતાના ઈતિહાસને કારણે દરેક લોકોમાં ચર્ચામાં રહેલો છે આ વખતની ચૂંટણીમાં આ બેઠક પર સૌની નજર રહેશે સાથે જ તંત્ર પણ આ બેઠક પર ખાસ એલર્ટ છે.
ગોંડલ બેઠક
સૌરાષ્ટ્રની ગોંડલ વિધાનસભા બેઠક પર ધારાસભ્ય ભાજપના ગીતાબેન જાડેજા છે. ગીતાબેન રાજપૂત છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે. આ વખતે ટિકિટ વહેંચણીને લઈને ગોંડલ વિધાનસભા બેઠક ચર્ચામાં રહ્યું હતુ  ત્યારે આ વખતે આ બેઠકના સમીકરણો પણ રસપ્રદ બની રહેશે.
છોટા ઉદેપુર બેઠક (અનુસૂચિત જનજાતિ)
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 11 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા વર્ષ 2012થી છોટા ઉદેપુર બેઠક પરથી જીતી રહ્યા છે. હવે તેઓ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે ત્યારે આ બેઠક પરના ટ્રેન્ડ પર સૌની નજર રહેશે.
ભાવનગર ગ્રામ્ય બેઠક
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોત્તમભાઈ સોલંકીનો દબદબો એવો છે કે તેઓ એક પણ ચૂંટણી સભામાં હાજર રહ્યાં વિના કે ચૂંટણીસભા યોજ્યા વિના ચૂંટણી જીત્યાના દાખલા છે. અહીંના કોળી સમાજના લોકોમાં તેમનું હૃદયસ્થ સ્થાન છે. વર્ષ 2012થી તેઓ આ બેઠક પરથી જીતતા આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિક સ્તરે તેમની ટિકિટ કપાવાની ચર્ચા ચાલી હતી પણ બાદમાં તળાજામાં તેણે કોળી સમાજનું સમ્મેલન યોજ્યું હતું જે તેઓનું શક્તિ પ્રદર્શન સાબિત થયું. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ઓછો જનસંપર્ક હોવા છતાં પરશોત્તમભાઈનો દબદબો આજે પણ કાયમ છે. આ બેઠકનો ટ્રેન્ડ જોવો ખુબ રસપ્રદ રહેશે.
આ પણ વાંચો - રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ ઉભુ કર્યું મતદાન મથક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAssemblyElections2022BJPCongressElections2022GujaratGujaratElections2022GujaratFirst
Next Article