Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"કેજરીવાલ સામાન્ય માણસ છે તો પૈસા કયાંથી આવતા હતા": ઈન્દ્રનીલ રાજયગુરુ

રાજયગુરુનું રાજકોટ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયુંકોંગ્રેસનાં કાર્યકર્તા દ્વારા તેમનું ઢોલ નગરા સાથે સ્વાગતઈન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસીથી કોંગ્રેસને સૌથી મોટો ફાયદોગુજરાતના રાજનીતિમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલો ચાલી રહી છે. ગઈકાલે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી (AAP) કોંગ્રેસમાં (Congress) ઘરવાપસી કરી હતી તો મોડી રાત્રે ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે ભાજપàª
 કેજરીવાલ સામાન્ય માણસ છે તો પૈસા કયાંથી આવતા હતા   ઈન્દ્રનીલ રાજયગુરુ
  • રાજયગુરુનું રાજકોટ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું
  • કોંગ્રેસનાં કાર્યકર્તા દ્વારા તેમનું ઢોલ નગરા સાથે સ્વાગત
  • ઈન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસીથી કોંગ્રેસને સૌથી મોટો ફાયદો
ગુજરાતના રાજનીતિમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલો ચાલી રહી છે. ગઈકાલે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી (AAP) કોંગ્રેસમાં (Congress) ઘરવાપસી કરી હતી તો મોડી રાત્રે ભાજપના સિનિયર નેતા જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહ્યું હતું તો હિંમાશું વ્યાસે કોંગ્રેસને આવજો કહી ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા અને ફરી પાછા કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આજે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર ઈન્દ્રનીલ રાજ્યગુરૂનું (Indranil Rajyaguru) કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર આકરા પ્રહારો કર્યાં હતા.
" કેજરીવાલ સામાન્ય માણસ છે તો પૈસા કયાંથી આવતા હતા" : ઈન્દ્રનીલ રાજયગુરૂ
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ઘરવાપસીનો આનંદ આવે છે. મેં તો પૈસા આવતા જોયા છે, કોમનમેન છે તો પૈસા ક્યાંથ આવ્યા, ભ્રષ્ટાચાર ન કરતી પાર્ટી કહે છે તો એ કંઈ રીતે પૈસા આવ્યા અને ક્યાંથી આવતા હતા એ પણ મને શંકા ગઈ એટલે ખોટીવાત અને ખોટા માણસોને સહકાર મારે નહોતો આપવો. નાણાં આવતા મેં જોયા છે પણ ક્યાંથી આવતા એ મને ખ્યાલ નથી. ખુબ નાણાં બે નંબરના આવતા હતા એ જોયા છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં આવી જતા કોંગ્રેસને સૌથી મોટો ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે પહોંચેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પત્રકારો સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર આકરા પ્રકારો કર્યાં હતા.
ઘરવાપસી થવાથી ખુશ છું
સ્વાભીક પણ ખુબ આનંદ છે. અહીંથી ગયા બાદ આમ આદમી પાર્ટીમાં ખોટા બોલા વચ્ચે પહોંચી ગયો હોય તેવું જે દુ:ખ લાગતું હતુ તેના બદલે દેશ સામે એક એવી વિચારધારા કે જેણે કોઈ પણ સ્થિતિમાં દેશના લોકો ને લોભમાં અથવા તો ગેરમાર્ગે ના દોરવા એવી પાર્ટી એ મારી પાર્ટી કોંગ્રેસમાં ઘરવાપસીનો મને ખુબ આનંદ છે.
AAPએ જોઈ નહોતી તેવડી મોટી સભા રાજકોટમાં કરાવી
આમ આદમી પણ જોશે કે તે લોકોની ગુજરાતમાં નહોતી થઈ એવડી સભા મેં રાજકોટમાં પહેલી કરાવી અને ત્યાંથી તેમનું ઉદ્ભવસ્થાન ચાલુ થયું હતું અને હવે આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં તે લોકોનો પર્દાફાશ કરી, અને જે સરકાર જ ન બનાવવાના હોય, ખોટા વાયદાઓ આપે, B ટીમ તરીકે કામ કરતી હતી મેં જોયું હતું.
AAPનો ખાત્મ થશે, રાજકોટથી ડંકો વાગશે
આ બધુ જોતા હવે ફરી રાજકોટથી જ ડંકો વાગશે અને આમ આદમીનો ખાતમો થશે અને ભાજપનો ખાત્મો ગુજરાત નક્કી કરેલો છે ત્યારે કોંગ્રેસની સરકાર બનવાની છે તેટલો મને વિશ્વાસ છે. સ્વભાવિક છે દિકરીને સાસરામાંનો ફાવ્યું એટલે માવતર ખુલ્લું જ હોય ત્યાં પાછુ જવામાં શરમ પણ ના હોય અને આવે દિકરી એનો વાંધો પણ ના હોય કોંગ્રેસને.
ચૂંટણી લડવાની ઈચ્છા નથી, પાર્ટી નક્કી કરશે
સૌ જાણો છો હું કાયમ કહેતો કે મારો ચહેરો જ પંજો છે. એટલે કદાચ મને ઘડીક ના દેખાયો હું જઈને આવ્યો પણ ખરેખર મારો ચહેરો જ પંજો છે. ચૂંટણી લડવાની મારી કોઈ ઈચ્છા જ નથી છતાં પક્ષ નક્કી કરશે તેમ કરીશું.
વશરામભાઈ પણ આવી જશે
વશરામભાઈને તેમનું કેરિયર નક્કી કરવાનો આધિકાર છે. હું ઈચ્છિશ કે તે સાથે આવી જાય પણ કોઈને ફોર્સ ના કરી શકાય. કદાચ મને વહેલું સમજાય ગયું તેને થોડું મોડું સમજાશે પણ આવી જશે.
મેં CM પદ માગ્યું નહોતું, CM પદનો ચહેરો 6 મહિના પહેલા નક્કી હતો
મુખ્યમંત્રીનો ચહેરો 6 મહિના પહેલા જ નક્કી હતો પણ કેજરીવાલજીને મજબૂત માણસને કે જે એમની સામે સાચું બોલી શકે, લોકોનું સારૂ ઈચ્છે તેવો નહી પણ તે બોલી શકે તેવું ખોટું બોલી શકે તેવો માણસ જોઈતો હતો. એ માટે મારી પસંદગી ના કરી અને ગુજરાતની સેન્સ લેવાનું નાટક કર્યું હતું. લોકોને મુર્ખ બનાવવાની વાત કરતા હતા. જો કેજરીવાલ સેવા જ કરવા આવ્યા હોય તો આટલું ખોટું શા માટે બોલતા હતા તેવા મારા દિલમાં તેમની સાથે હતો ત્યારે પણ સવાલો થયાં હતા. મેં સીએમ પદની માંગણી કરી નહોતી પણ હું એટલું કહું કે ઈસુદાનને બદલે હું ચહેરો હોય તો પણ એમા કોઈ મોટો તફાવત નહોતો. મેં એવી કોઈ માંગણી કરી નહોતી. તે લોકો બી ટીમ કરી રહ્યાં છે. તેના પર્દાફાશ કરતો જઈશ.
રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનો વિરોધ
બીજી તરફ આજે સાંજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. અહીં અરવિંદ કેજરીવાલના આગમન સમયે વિરોધ થયો હતો. એવું વધુ એક વાર બન્યું છે જ્યારે ગુજરાતીઓએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હોય. અરવિંદ કેજરીવાલના આગમન સમયે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના સમર્થકોએ કોંગ્રેસ જીંદાબાદના નારા લગાવી વિરોધ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.