Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની 10 બેઠકો પર આટલા મૂરતિયાઓ છે મેદાનમાં, જિલ્લાની બેઠકો પર ચૂંટણીજંગ બનશે રોમાંચક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે પહેલા તબક્કાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે અને બીજા તબક્કા માટે રાજકિય પક્ષો તૈયારી કરી રહ્યાં છે. બીજા તબક્કા માટે ભાજપ દ્વારા કોર્પેટ બોમ્બિંગ શરૂ કરવાનો પ્લાન ઘડાઈ ચુક્યો છે. આજે બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરામાં 5મી ડિસેમ્બરનાં ચુંટણી જંગને લઇ ચિત્ર સ્પà
વડોદરાની 10 બેઠકો પર આટલા મૂરતિયાઓ છે મેદાનમાં  જિલ્લાની બેઠકો પર ચૂંટણીજંગ બનશે રોમાંચક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી છે પહેલા તબક્કાનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે અને બીજા તબક્કા માટે રાજકિય પક્ષો તૈયારી કરી રહ્યાં છે. બીજા તબક્કા માટે ભાજપ દ્વારા કોર્પેટ બોમ્બિંગ શરૂ કરવાનો પ્લાન ઘડાઈ ચુક્યો છે. આજે બીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે વડોદરામાં 5મી ડિસેમ્બરનાં ચુંટણી જંગને લઇ ચિત્ર સ્પષ્ટ થયું છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર હવે 72 ઉમેદવારો મેદાનમાં છે.
વડોદરા શહેરની બેઠકો
વડોદરામાં (Vadodara) સૌથી વધારે અકોટા સીટ પર સૌથી વધારે 11 ઉમેદવારો મેદાને છે જ્યારે સયાજીગંજ બેઠક પર સૌથી ઓછાં 5 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. વડોદરાની બેઠકોની વાત કરવામાં આવે તો વડોદરા સીટી બેઠક પર 7, અકોટા 11, સયાજીગંજ 5, રાવપુરા 7 અને માંજલપુરમાં 8 ઉમેદવાર મેદાનમાં છે. વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચુંટણી યોજાશે.
જિલ્લાની પાંચ બેઠકો પર રસપ્રદ રહેશે ચુંટણી જંગ
વડોદરા શહેર કરતા જિલ્લાની પાંચ બેઠકો પર ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો ડભોઇમાં 9, વાઘોડિયામાં 7, જ્યારે પાદરામાં, સાવલી અને કરજણમાં છ-છ ઉમેદવારો મેદાનમાં છે. તેમાં વાઘોડિયા, ડભોઇ અને પાદરા બેઠક પર આરપારનો જંગ જામવાનો તે ચોક્કસથી કહી શકાય.
વાઘોડિયા બેઠક
વાઘોડિયામાં ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જામવાનો છે કારણ કે, બે મજબુત અપક્ષ ઉમેદવારો તરીકે મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાનમાં છે. આ અપક્ષ ઉમેદવારો ભાજપનાં અશ્વિન પટેલ અને કોંગ્રેસનાં સત્યજીત ગાયકવાડને હંફાવશે.
પાદરા બેઠક
પાદરામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ દિનુમામા વચ્ચે ત્રિકોણીયો જંગ થશે. અપક્ષ ઉમેદવાર દિનુમામા ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોને હંફાવી શકે છે. દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા ભાજપનાં ચૈતન્ય ઝાલા અને કોંગ્રેસનાં જશપાલ પઢિયાર માટે મોટો પડકાર છે.
ડભોઇ, સાવલી અને કરજણ બેઠક
જિલ્લાની ડભોઇ બેઠક પર ભાજપનાં શૈલેષ મહેતા અને કોંગ્રેસનાં બાલુ ઢોલાર વચ્ચે ભારે ટક્કર જામવાની છે તો સાવલીમાં ભાજપનાં કેતન ઇનામદાર અને કોંગ્રેસનાં કુલદીપસિંહ રાઉલજી વચ્ચે જંગ છેડાશે. કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ અને કોંગ્રેસનાં પિન્ટુ પટેલ સામસામે છે. નારાજ સતીશ નિશાળિયા માની જતાં ભાજપનાં અક્ષય પટેલ માટે મોટી રાહતની વાત છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.