Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદની વેજલપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ' ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખ
03:20 AM Oct 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ' ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
વેજલપુર અમદાવાદ જિલ્લા વિધાનસભા/વિધાનસભા મતવિસ્તાર છે અને ગાંધીનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. મતવિસ્તારમાં કુલ 3,22,129 મતદારો છે, જેમાં 1,65,689 પુરૂષ, 1,56,429 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ માટે હજી દિલ્હી દૂર
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યું છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ-અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ ગડમથલ કરી રહી છે, પણ કોંગ્રેસ માટે હજી દિલ્હી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ડાઉન વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક (Vejalpur assembly seat) વિશે.
વેજલપુર વિધાનસભા બેઠક (Vejalpur Assembly Constituency)
વેજલપુર ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ 11 (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ સાથે જ વેજલપુર ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકીની એક પણ છે. વેજલપુરમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ-ઓકાફ, જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની વેજલપુર બેઠક આમ તો ભાજપ ગઢ ગણાય છે. મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભૂત્વ ગણાતી આ બેઠક સેમી અર્બન તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન બાદ સરખેજ બેઠકથી અલગ થઈ છે.
વેજલપુર વિધાનસભા બેઠક પર મતદારો
42 વેજલપુર અમદાવાદ જિલ્લા વિધાનસભા/વિધાનસભા મતવિસ્તાર છે અને ગાંધીનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. મતવિસ્તારમાં કુલ 3,22,129 મતદારો છે, જેમાં 1,65,689 પુરૂષ, 1,56,429 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વેજલપુર મતવિસ્તારમાં 69.01% મતદાન નોંધાયું હતું.
વેજલપુર વિધાનસભામાં રાજકીય સમીકરણ
મતવિસ્તાર નંબર 42 વેજલપુરમાં ભાજપના કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ ધારાસભ્ય છે. તેમણે 2012મા પણ INCના પઠાણ મુર્તુજાખાન અકબરખાન સામે 40,000થી વધુ મતોના માર્જિનથી આરામથી જીત મેળવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના મિહિર શાહ સામે કિશોરસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2012મા ભાજપે શહેરમાં પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ ફાળવી હતી. અમિત શાહે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા કિશોરસિંહને ટિકિટ અપાવી હતી.
આ વિસ્તારનો વિકાસ ઉમેદવાર માટે પડકાર હશે
આ વખતે આ બેઠક પર ભાજપના મોટા માથાઓની વાત કરીએ તો હાલ આ બેઠક પર ભાજપના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ છે. હિતેશ બારોટ અમિત શાહની નજીકના છે. પૂર્વ મેયર રહી ચૂકેલા મીનાક્ષીબેન પટેલ આનંદીબેન પટેલ લોબીના છે. ભાજપ આઈટી સેલના કો-ઓર્ડીનેટર અમિત ઠાકર છે. જ્યારે રાજુભાઈ ઠાકોર અમદાવાદ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. ત્યારે હાઈકમાન્ડ કોની પર પસંદગીનો કળશ ઢોળશે તે જોવું રહ્યું. આ વિસ્તારનો વિકાસ થયો છે અને આ વિકાસને કઈ દિશામાં આગળ લઈ જવો તે ઉમેદવાર માટે પડકાર હશે.
વેજલપુર વિધાનસભાનું જ્ઞાતિગત સમીકરણ :
આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. વેજલપુર બેઠકમાં 3 લાખથી વધુ મતદારો લઘુમતિ સમૂદાયના છે. આમ આ વિસ્તારમાં મતદારોની સંખ્યાને આધારે તેમની ટકાવારી નીચે જણાવેલ અનુસાર છે.
મુસ્લિમ મતદારો : 32 ટકા
ઓબીસી મતદારો : 22 ટકા
સવર્ણ મતદારો : 19.79 ટકા
દલિત મતદારો : 6 ટકા
પટેલ મતદારો : 8 ટકા
અન્ય મતદારો : 11.70 ટકા
વેજલપુર વિધાનસભા બેઠક પર હાર-જીતના સમીકરણ
વર્ષ વિજેતા ઉમેદવારનું નામ પક્ષ
2017 કિશોરસિંહ ચૌહાણ બીજેપી
2012 કિશોરસિંહ ચૌહાણ બીજેપી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017મા વેજલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિશોર બાબુલાલ ચૌહાણનો વિજય થયો હતો. કોંગ્રેસના મિહિરભાઈ સુબોધભાઈ શાહને હારનો સામનો કરવો પડ્યો હતો. બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત 12 અન્ય ઉમેદવારો પણ મેદાનમાં હતા. વેજલપુર પણ અમદાવાદ જિલ્લા હેઠળ આવે છે અને તે 2008થી અસ્તિત્વમાં આવ્યું હતું. છેલ્લા 22 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ જ ખાસ બેઠક છે, કારણ કે તેમના ઉમેદવાર કિશોર બાબુલાલ ચૌહાણ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અહીંથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
વેજલપુર વિધાનસભા બેઠક પર આગામી ચૂંટણીની તૈયારી
આ વખતે ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી (AAP) એ પણ પ્રવેશ કર્યો છે, જેને લઈને ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ પગલે પક્ષો તૈયારી મજબૂત કરી રહ્યાં છે, જે અંતર્ગત વેજલપુર વિધાનસભા અંતર્ગત આવતા જોધપુર વોર્ડના રત્નમણી પાર્ટીપ્લોટમાં સ્થાનિક આગેવાન ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા. તો આ બેઠકમાં વિજય આગેકૂચ નામ આપવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ કમર કસવાની શરૂઆત કરી દેવાઇ છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં કઈ રીતે ચૂંટણી જીતવી અને લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓ લઈને વધવું તેને લઈને પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ સિવાય તાજે તરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા વેજલપુર વિધાનસભામાં મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી જિતેન્દ્ર ઉપાધ્યાય, અગ્રણી નેતા શ્રી કેતન ભાઈ રાઠોડ, વેજલપુર વિધાનસભાના પાર્ટીના સંગઠન મંત્રી શ્રી ભાવિનભાઈ પટેલ અને શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મશાલ યાત્રા સંપન્ન થઈ હતી. મોટા પ્રમાણમાં શિક્ષણ પરિષદ અને અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા. વીજળી બિલને લઈને લોકોમાં સરકાર સામે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીની મશાલ યાત્રાને મોટો પ્રતિસાદ મળી રહ્યો છે.
આગામી વિધાનસભામાં કેવું રહેશે ચિત્ર
હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાં કેટલાક માથા એવા છે જે ટિકિટ માટે દાવાદાર છે. પરંતુ કયા આગેવાનને ટિકિટ મળી શકે છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. શક્યતા છે કે છેલ્લી 2 ટર્મથી જીતનો પરચમ લહેરાવતા ઉમેદવાર કિશોરસિંહ સોલંકીને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવે. જો કે બીજી તરફ કોંગ્રેસ તરફથી હાલ આ બાબતને લઈને કોઈ હિલચાલ જોવા મળી રહી નથી. આમ આદમી પાર્ટી પોતાની પાર્ટીનુ નવુ માળખુ ગોઠવી રહ્યું છે જે બાદ આ વખતે ચૂંટણીની રસાકસી ખૂબ જ દિલચસ્પ બની રહેશે.
આ પણ વાંચો - વિરમગામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
GujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstVejalpur
Next Article