કોંગ્રેસની ટાસ્ક ફોર્સ 2024માં પ્રિયંકા તો પોલિટિકલ અફેર ગૃપમાં રાહુલ ગાંધીની એન્ટ્રી
કોંગ્રેસે પોલીટીકલ અફેર ગૃપ અને ટાસ્ક ફોર્સ 2024ની રચના કરી છે. પોલિટિકલ અફેર ગૃપમાં રાહુલ ગાંધીનો સમાવેશ થયો છે જયારે ટાસ્ક ફોર્સ 2024માં પ્રિયંકા ગાંધીને સામેલ કરાયા છે. નેતૃત્વ પરિવર્તનની વધતી જતી માગ વચ્ચે કોંગ્રેસે હવે પોલિટિકલ અફેર ગૃપ તથા ટાસ્ક ફોર્સ 2024ની રચના કરી દીધી છે. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રામાં દિગ્વીજયસિંહ અને સચીન પાયલોટ
કોંગ્રેસે પોલીટીકલ અફેર ગૃપ અને ટાસ્ક ફોર્સ 2024ની રચના કરી છે. પોલિટિકલ અફેર ગૃપમાં રાહુલ ગાંધીનો સમાવેશ થયો છે જયારે ટાસ્ક ફોર્સ 2024માં પ્રિયંકા ગાંધીને સામેલ કરાયા છે.
નેતૃત્વ પરિવર્તનની વધતી જતી માગ વચ્ચે કોંગ્રેસે હવે પોલિટિકલ અફેર ગૃપ તથા ટાસ્ક ફોર્સ 2024ની રચના કરી દીધી છે. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રામાં દિગ્વીજયસિંહ અને સચીન પાયલોટની નિમણુંક કરવામાં આવી છે.
તાજેતરમાં કોંગ્રેસે ઉદેપુરમાં ચિંતન શિબીર બોલાવી હતી જેમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનાત્મક બદલાવની વાત કરી હતી. તેમણે પોલિટિકલ અફેર ગૃપ અને ટાસ્ક ફોર્સની રચનાનું પણ એલાન કર્યું હતું. સોનિયા ગાંધીએ તાત્કાલીક અસરથી પોલિટિકલ અફેર ગૃપ તથા ટાસ્ક ફોર્સ અને સેન્ટર પ્લાનીંગ ગૃપ ફોર ભારત જોડો યાત્રાની રચનાનું એલાન કર્યું હતું.
પોલિટિકલ અફેર ગૃપમાં રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે, ગુલામનબી આઝાદ, અંબિકા સોની, દિગ્વીજયસિંહ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ, જીતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.
જયારે ટાસ્ક ફોર્સમાં પી.ચિદમ્બરમ, મુકુલ વાસનીક, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ, અજય માકન, પ્રિયંકા ગાંધી, રણદીપ સૂરજેવાલા તથા સુનીલ કાનુગોલુનો સમાવેશ થાય છે.
ભારત જોડો યાત્રાના સેન્ટ્રલ પ્લાનીંગ ગૃપમાં દિગ્વીજયસિંહ, સચીન પાયલોટ, શશી થરુર, રંવીતસિંહ બિટ્ટુ, જે.જે.જોર્જ, જોધી માની, પ્રદ્યુત બોલદોલોઇ તથા જીતુ પટવારી અને સલીમ અહેમદનો સમાવેશ થાય છે.
Advertisement