Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માત્ર 39 કલાકમાં જ કેસરીસિંહનો આમ આદમી પાર્ટીથી મોહભંગ, ભાજપમાં ઘરવાપસીનો નિર્ણય

ટીકીટ ન મળતા નારાજગી હતી ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માત્ર 39 કલાકની અંદર ફરી ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.  માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું.. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જ
માત્ર 39 કલાકમાં જ કેસરીસિંહનો આમ આદમી પાર્ટીથી મોહભંગ  ભાજપમાં ઘરવાપસીનો નિર્ણય
ટીકીટ ન મળતા નારાજગી હતી 
ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માત્ર 39 કલાકની અંદર ફરી ભાજપમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.  માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું.. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
હાલ માતરથી ધારાસભ્ય છે કેસરીસિંહ 
ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી છે. જેને લઇને  કેસરીસિંહની નારાજગી સામે આવી હતી..અને તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે માતર વિધાનસભામાં ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને કેસરીસિંહ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જો કે ગણતરીના કલાકોમાં જ કેસરીસિંહનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થઇ ગયો અને તેમણે ફરીએકવાર ભાજપમાં જોડાવવાનો નિર્ણય લઇ લીધો  
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.