Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં AAPમાંથી ઉમેદવારીના અણસાર ન મળતા રીક્ષા પ્રમુખે AIMIMનો ખેસ કર્યો ધારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આ વર્ષના અંતમાં યોજાવાની છે. તે પહેલા તમામ પક્ષ જનતાનો વિશ્વાસ મેળવવા મેદાને ઉતરી રહ્યા છે. તો બીજી તરફ ટિકિટ કોને આપવી કોને ન આપવી તે અંગે પણ ચર્ચાઓ તેજ થવા લાગી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે વિવિધ રાજકીય પક્ષોમાં ભરતી મેળા યોજાતા હોય છે આવા જ એક ભરતી મેળામાં સૌપ્રથમ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલ સંવાદમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખે બે માસ પહેàª
ભરૂચ જિલ્લામાં aapમાંથી ઉમેદવારીના અણસાર ન મળતા રીક્ષા પ્રમુખે aimimનો ખેસ કર્યો ધારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) આ વર્ષના અંતમાં યોજાવાની છે. તે પહેલા તમામ પક્ષ જનતાનો વિશ્વાસ મેળવવા મેદાને ઉતરી રહ્યા છે. તો બીજી તરફ ટિકિટ કોને આપવી કોને ન આપવી તે અંગે પણ ચર્ચાઓ તેજ થવા લાગી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે વિવિધ રાજકીય પક્ષોમાં ભરતી મેળા યોજાતા હોય છે આવા જ એક ભરતી મેળામાં સૌપ્રથમ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલ સંવાદમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખે બે માસ પહેલા ખેસ ધારણ કર્યો હતો. પરંતુ આપ (AAP)માંથી ઉમેદવારીના અણસારો ન મળતા તેઓએ AIMIMનો ખેસ ધારણ કરી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાની તૈયારીઓ બતાવી છે.
AAPમાંથી નીકળી જોઇન કર્યું AIMIM
છેલ્લા બે મહિનાથી વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ રાજકીય પક્ષોના જિલ્લામાં ધામાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. ત્યારે બે મહિના પહેલા સ્ટેશન નજીકની એક હોટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના હસ્તે રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મીર્ઝાએ ખેસ ધારણ કર્યો હતો અને જાણે પોતે AAPના ઉમેદવાર હોય તેમ હોડિંગ તૈયાર કરી લગાડવામાં આવ્યા હતા. પરંતુ AAPનો ખેસ ધારણ કર્યા બાદ ઉમેદવારી કરવાના કોઈ અણસારો ન મળતા રીક્ષા એસોસિએશનના પ્રમુખ અને બે મહિના પહેલા AAPનો ખેસ ધારણ કરનાર આબિદ મીર્ઝા AIMIMનો ખેસ ધારણ કરવાનું નક્કી કર્યું હતું.
ચૂંટણી ટાણે જ પક્ષ પલટુઓની ચર્ચાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભરૂચ જિલ્લામાં એક ફાર્મ હાઉસ ખાતે AIMIMના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાને પક્ષમાં જોડવામાં આવ્યા હતા અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષ પલટુઓની ચર્ચાઓ થવા લાગી છે. આ અંગે અનેક લોકોમાં ચર્ચા થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ માટે વારંવાર આંદોલન કર્યા બાદ પણ હજુ સુધી રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી નથી, ત્યારે આવા સમયે ઉમેદવારી કરી ચૂંટણી જંગમાં ઉતરવાની તેમણે પૂરી તૈયારીઓ કરી લીધી છે.
Advertisement
Tags :
Advertisement

.