ચૂંટણી ટાણે દારુની રેલમછેલ અટકાવવા વોન્ટેડ બુટલેગરોની શોધખોળ શરુ
વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) દરમિયાન દારુની રેલમછેલ અટકાવવા સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા કડક કાર્યવાહી શરુ કરાઇ છે અને વોન્ટેડ બુટલેગરો (Bootlegger) સામે તવાઇ શરુ કરાઇ છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ વર્ષ 2019થી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ એવા પિન્ટુ બારડોલીની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે પીન્ટુ બારડોલી 10 જેટલા પ્રોહીબિશનના ગુના આચરી ચુક
09:37 AM Nov 09, 2022 IST
|
Vipul Pandya
વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) દરમિયાન દારુની રેલમછેલ અટકાવવા સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા કડક કાર્યવાહી શરુ કરાઇ છે અને વોન્ટેડ બુટલેગરો (Bootlegger) સામે તવાઇ શરુ કરાઇ છે. મળી રહેલા મહત્વના સમાચાર મુજબ વર્ષ 2019થી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ એવા પિન્ટુ બારડોલીની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે પીન્ટુ બારડોલી 10 જેટલા પ્રોહીબિશનના ગુના આચરી ચુક્યો છે અને રાજ્ય પોલીસ વડા દ્વારા આ ગુનેગાર વિરુદ્ધ રૂપિયા 25000 નું ઇનામ પણ જાહેર કરાયુ હતું.
પીન્ટુ બારડોલી ઝડપાયા
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે બારડોલીના બાલાજી કોમ્પલેક્ષમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલી આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને કુખ્યાત બુટલેગર પીન્ટુ બારડોલી આવતા પોલીસે તેને દબોચી લીધો હતો. છેલ્લા ચારેક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ એવો આ પીન્ટુ બારડોલી સ્થાનિક પોલીસને હાથ તાળી આપતો હતો, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની બાજ નજરથી આજે તે બચી શક્યો ન હતો.
વોન્ટેડ બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરાયુ
મહત્વનું છે કે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યના વોન્ટેડ બુટલેગરોનું એક ખાસ લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલીનું પણ નામ હતું. આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બુટલેગરની ધરપકડ થતાં જ આવનારા નજીકના સમયમાં બીજા અન્ય નાના-મોટા બુટલેગરો પર પણ ગાળીયો કસાઈ શકે છે. નજીકના દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલના થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા પણ સ્ટેટ મોનીટરીગ સેલ વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article