ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો, ભરૂચ વિધાનસભા મતવિસ્તારના 50 વર્ષની રાજનીતિનુ ચિત્ર

દક્ષિણ ગુજરાતની ભરૂચ જિલ્લાની ભરૂચ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 153માં નંબરની બેઠક છે. ભરૂચ બેઠક સામાન્ય બેઠક છે. ભરૂચ બેઠકનો સમાવેશ ભરૂચ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે.2 લાખથી વધારે મતદારોભરૂચ બેઠકમાં ભરૂચ શહેર સહિત ભરૂચ તાલુકાના કંથારીયા, શેરપુરા, ઉમરાજ, ચાવજ, વડદલા, હલદરવા, ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, રહાડપોર, બોરભાઠા બેટ અને મકતમપુર એમ 12 ગામો તેમજ અંકલેશ્વર તાલુકાન
11:55 AM Nov 04, 2022 IST | Vipul Pandya
દક્ષિણ ગુજરાતની ભરૂચ જિલ્લાની ભરૂચ બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 153માં નંબરની બેઠક છે. ભરૂચ બેઠક સામાન્ય બેઠક છે. ભરૂચ બેઠકનો સમાવેશ ભરૂચ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે.
2 લાખથી વધારે મતદારો
ભરૂચ બેઠકમાં ભરૂચ શહેર સહિત ભરૂચ તાલુકાના કંથારીયા, શેરપુરા, ઉમરાજ, ચાવજ, વડદલા, હલદરવા, ઝાડેશ્વર, ભોલાવ, નંદેલાવ, રહાડપોર, બોરભાઠા બેટ અને મકતમપુર એમ 12 ગામો તેમજ અંકલેશ્વર તાલુકાના ઉત્તર પૂર્વ વિભાગના છાપરા, કાંસિયા, માંડવા બુઝર્ગ, નૌગામા, સામોર, મોતાલી, અમૃતપુરા, ઉછાલી, કરારવેલ, દઢાલ, સારંગપોર, જીતાલી, પિપરોડ, અવાદર, પારડી મોખા, સેંગપોર અને અંદાડા એમ 17 ગામોનો સમાવેશ થાય છે. ભરૂચ બેઠકમાં કુલ 2,89,620 મતદારો છે.
ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત
ભરૂચ બેઠકની ઉત્તરે અને ઉત્તર પૂર્વમાં વાગરા બેઠકમાં સામેલ ભરૂચ તાલુકાના ગામો, પૂર્વમાં ઝઘડીયા બેઠક, દક્ષિણમાં ઝઘડીયા બેઠકમાં સામેલ ભરૂચ જિલ્લાનો વાલીયા તાલુકો જ્યારે પશ્ચિમમાં અંકલેશ્વર બેઠક અને વાગરા બેઠકમાં સામેલ ભરૂચ તાલુકાના ગામો આવેલાં છે. ભરૂચ બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દુષ્યંતભાઈ પટેલ કોંગ્રેસના જયેશભાઈ પટેલ સામે 33,099 મતોની મોટી સરસાઈથી વિજેતા થયા હતાં. 
આ બેઠકનો ઈતિહાસ
વર્ષ       વિજેતા                           પક્ષ                સરસાઈ
1962   ચંદ્રશેખર ભટ્ટ                  કોંગ્રેસ             9196
1967   ચંદ્રશેખર ભટ્ટ                  કોંગ્રેસ             8466
1972   પિયુષભાઈ ઠાકોર            કોંગ્રેસ             16453
1975   પિયુષભાઈ ઠાકોર            કોંગ્રેસ             1135
1980   મોહંમદભાઈ પટેલ           કોંગ્રેસ             14363
1985   મોહંમદભાઈ પટેલ           કોંગ્રેસ             19935
1990   બિપીનભાઈ શાહ            ભાજપ            21895
1995   બિપીનભાઈ શાહ            ભાજપ            21527
1998   બિપીનભાઈ શાહ            ભાજપ            8371
2002   રમેશભાઈ મિસ્ત્રી             ભાજપ           11003
2007   દુષ્યંતભાઈ પટેલ              ભાજપ           8364
2012   દુષ્યંતભાઈ પટેલ              ભાજપ           37190
2017   દુષ્યંતભાઈ પટેલ              ભાજપ           33099


13 ચૂંટણી, 7 વખત ભાજપ જીત્યું, 6 વખત કોંગ્રેસ
ભરૂચમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ 7 વાર જ્યારે કોંગ્રેસ 6 વાર વિજય મેળવી ચૂક્યા છે. ભરૂચમાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં ભાજપના દુષ્યંતભાઈ પટેલે 37,190 મતોથી મેળવ્યો હતો, જ્યારે સૌથી ટૂંકા માર્જિનથી વિજય 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના પિયુષભાઈ ઠાકોરે ફક્ત 1135 મતોથી મેળવ્યો હતો. આમ, ભરૂચમાં હાર-જીતનું માર્જિન 1100 થી 37,200 મત સુધીનું રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ચિતાર
ગત વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ તાલુકા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 08 બેઠકો મળી હતી. જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભાજપને 23 અને કોંગ્રેસને 03 બેઠકો મળી હતી. જ્યારે શહેરી ભરૂચ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 31, કોંગ્રેસને 11, AIMIM ને 01 અને અપક્ષને 01 બેઠક મળી હતી.
હાલના ધારાસભ્ય ભાજપના ઉપ દંડક છે
ભરૂચમાંથી જીતેલા કોંગ્રેસના પિયુષભાઈ ઠાકોર ચીમનભાઈ પટેલની સરકારમાં 1973-74 દરમિયાન રાજ્યકક્ષાના ઉદ્યોગ, વિજળી અને સહકાર મંત્રી રહ્યાં હતાં જ્યારે ભાજપના બિપીનભાઈ શાહ 1999 થી 2001 સુધી કેશુભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતાં. હાલના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ હાલ વિધાનસભામાં ભાજપના ઉપ દંડક છે.
આ પણ વાંચો - પડી ભાંગેલી કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે તલપાપડ થતા ઉમેદવારો
Tags :
BharuchBharuchAssemblyConstituencyBJPCongressGujaratAssemblyElections2022GujaratFirst
Next Article