Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપમાં 2 જૂને 'હાર્દિક' સ્વાગત !

કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આગામી 2 જૂને ભાજપમાં જોડાશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ભારે ચર્ચા શરુ થઇ હતી. જો કે મંગળવારે આ ચર્ચાને પૂર્ણવિરામ લાગ્યું હતું અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે તેવી જાહેરાત થઇ હતી.2 જૂને કમલમમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભાજપ à
ભાજપમાં 2 જૂને  હાર્દિક  સ્વાગત
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આગામી 2 જૂને ભાજપમાં જોડાશે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. હાર્દિક પટેલે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી ભારે ચર્ચા શરુ થઇ હતી. જો કે મંગળવારે આ ચર્ચાને પૂર્ણવિરામ લાગ્યું હતું અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે તેવી જાહેરાત થઇ હતી.
2 જૂને કમલમમાં યોજાનારા એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરીને તેઓ ભાજપમાં જોડાય તેવા સમાચાર બહાર આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. 
આમ તો છેલ્લા બે મહિનાથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી અને ત્યારબાદ તેમણે  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે પણ તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી હતી. 
હાર્દિક પટેલના છેલ્લા કેટલાક સમયથી જે નિવેદનો આવી રહ્યા હતા તેમાં પણ ભાજપ તરફી ઝોક જોવા મળ્યો હતો અને તેથી તેઓ ભાજપમાં જોડાઇ શકે છે તેવા સમાચાર અવાર નવાર બહાર આવતા હતા પણ છેક છેલ્લી ઘડી સુધી તેમણે આ બાબતે મૌન રહેવાનું પસંદ કર્યું હતું. 
કોંગ્રેસમાંથી જ્યારે રાજીનામુ આપ્યું ત્યાર બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને ક્રમબદ્ધ મીડિયા સાથે વાતચીત કરી હતી પણ દરેક ઇન્ટરવ્યૂમાં તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તે વિશે મગનું નામ મરી પાડયું ન હતું. આખરે મંગળવારે અહેવાલો બહાર આવ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. મંગળવારે બપોરે 12 વાગે તેઓ કમલમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. 
Advertisement
Tags :
Advertisement

.