Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પડી ભાંગેલી કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે તલપાપડ થતા ઉમેદવારો

ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી માટે વિવિધ પક્ષોના નેતાઓ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ધામા નાખી રહ્યા છે ત્યારે પડી ભાગેલી કોંગ્રેસ ફરી પગભર થાય તેના માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તનતોડ મહેનત કરી રહી છે પરંતુ કોંગ્રેસીઓમાં ઉમેદવારીને લઈ એકબીજાના ટાટીયા ખેચ પદ્ધતિ ચાલી રહી હોય તેવા દરેક વખત વિવાદ ચૂંટણીમાં જોવા મળતા હોય છે
પડી ભાંગેલી કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે તલપાપડ થતા ઉમેદવારો
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી માટે વિવિધ પક્ષોના નેતાઓ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ધામા નાખી રહ્યા છે ત્યારે પડી ભાગેલી કોંગ્રેસ ફરી પગભર થાય તેના માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તનતોડ મહેનત કરી રહી છે પરંતુ કોંગ્રેસીઓમાં ઉમેદવારીને લઈ એકબીજાના ટાટીયા ખેચ પદ્ધતિ ચાલી રહી હોય તેવા દરેક વખત વિવાદ ચૂંટણીમાં જોવા મળતા હોય છે આવો જ એક વિવાદ કોંગ્રેસમાંથી પણ જંબુસરમાં આવેલી પરિવર્તન યાત્રામાં થયો હતો
ટિકિટ મેળવવા લોબિંગ શરૂ
ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો ઉપર ચૂંટણી જંગ જામતો હોય છે અને પાંચ બેઠકમાં એક બેઠક BTP પાસે છે જ્યારે 3 ભાજપ પાસે છે અને એક કોંગ્રેસ પાસે છે હવે આ પાંચે બેઠક ઉપર કોઈ પાર્ટી જમાવશે તે વિધાનસભાની ચૂંટણી પછી જ ખબર પડશે પરંતુ વિધાનસભાની ચૂંટણી ટાણે ઉમેદવારો ગાંધીનગરથી પાર્લામેન્ટરી બોર્ડ સુધી ટિકિટ મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની પાંચ બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસના કયા ઉમેદવારો રેસમાં છે તેની પર વાત કરીએ જેમાં સૌ પ્રથમ ભરૂચ બેઠક ઉપર વાત કરવામાં આવે તો....
(1) સંભવિત ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક પર :-  જયકાંત પટેલ અને હેર્મેન્દ્ર કોઠીવાલા ચર્ચામાં છે અને તેઓનું કોંગ્રેસમાં પણ સારું હોય તેવું માનવામાં આવે છે હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકામાં બે ટર્મથી ચૂંટાઈને આવે છે અને કોંગ્રેસમાં તેઓની સારી છબી છે જયકાંત પટેલ આમ તો જયકાંત શીખરે તરીકે ઓળખાય છે અને ૨૦થી વધુ ગામોમાં તેમનું સારું પ્રભુત્વ રહેલું છે અને જયેશ કાકા બાદ હવે જયકાંત કાકા તરીકે પ્રચલિત બન્યા છે
(2) સંભવિત ઉમેદવાર તરીકે અંકલેશ્વર બેઠક ઉપર :- મગન પટેલ અને વલ્લભ પટેલ મગન પટેલ કોંગ્રેસમાં વર્ષોથી જોડાયેલા છે અને વલ્લભ પટેલ પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ છે અને આ બેઠક ઉપર કોળી પટેલનું પ્રભુત્વ વધારે રહેલું છે જેના કારણે બંને સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે.
(3) સંભવિત ઉમેદવાર તરીકે ઝઘડિયા બેઠક પર :- ધનરાજ વસાવા અને ફતેસિંહ વસાવા ચર્ચામાં છે આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર માનવામાં આવે છે અને આ વિસ્તારમાં આદિવાસી મતોનું વર્ચસ્વ વધુ છે ઘણી વખત આ બેઠક ઉપર કોંગ્રેસે btp સાથે ગઠબંધન કર્યું છે આ વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય તો સંભવિત ઉમેદવાર તરીકે ધનરાજ વસાવા અથવા ફતેસિંહ વસાવા ઉમેદવારી કરી શકે છે
(4) સંભવિત ઉમેદવાર તરીકે વાગરા બેઠક પર :- આ મતવિસ્તાર સૌથી વધુ લઘુમતી મતદાર ધરાવતો મતવિસ્તાર છે અને છેલ્લી બે ટર્મથી ભાજપે અડીંગો જમાવ્યો છે આ બેઠક ઉપર સંભવિત ઉમેદવાર તરીકે શકીલ અકુજી અને સુલેમાન પટેલ છે સુલેમાન પટેલ ગત ગત ટર્મમાં પરાજિત થયા હતા અને શકીલ અકુજી જિલ્લા યુવા કોંગ્રેસનો પ્રમુખ છે અને જિલ્લા પંચાયત માંથી નબીપુરના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને હાલ તાલુકા પંચાયતના સભ્યો છે જેના કારણે તેઓનું લઘુમતી મત ઉપર પ્રભુત્વ વધુ હોવાનું માનવામાં આવે છે અને સુલેમાન પટેલ પોતાના મત વિસ્તારની જિલ્લા પંચાયત બેઠક જાળવી શક્યા નથી તેવામાં શકીલ અકુજીએ પોતાના મત વિસ્તારની જિલ્લા પંચાયતની બેઠકો કોંગ્રેસમાં જાળવી રાખી છે જેના કારણે પ્રભુત્વ કોંગ્રેસમાં સારું હોવાનું માનવામાં આવે છે
(5) સંભવિત ઉમેદવાર તરીકે જંબુસર બેઠક પર :- જંબુસરમાં કોળી મતદારોનું પ્રભુત્વ વધારે હોય છે જેના કારણે ગત વખતની કામમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો જેમાં ખુમાનસિંહ વાસિયાના અપક્ષ ઉમેદવારીના કારણે ભાજપે અહીંથી બેઠક ગુમાવી પડી હતી. જેના કારણે કોંગ્રેસમાંથી સંજય સોલંકી એ ભાજપ પાસેથી બેઠક આંચકી હતી અને ફરી તેઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી માટે તત્પર છે સાથે જ સંદીપ માંગરોળાએ પણ આ બેઠક ઉપરથી ઉમેદવારીના પ્રયાસો કર્યા છે પરંતુ આ બેઠક ઉપર ઉમેદવારીને લઈને પણ વિવાદનો વંટોળ ઊભો થયો છે
કોંગ્રેસમાં વિખવાદ
જંબુસરમાંથી સંદીપ માંગરોળાની ઉમેદવારીને લઈ વિવાદનો વંટોળ ઊભો થતાં લોકો પણ હવે મેદાનમાં ઉતરી રહ્યા છે કોંગ્રેસમાં સંતોષી સંદીપ માંગરોળા હોવાના આક્ષેપ સાથે હવે લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે અને ભારે વિરોધ નોંધાવી રહ્યા છે સંદીપ માંગરોળાને કોંગ્રેસ પ્રદેશમાંથી બરતરફ કરવામાં આવે તેવી માંગ સાથે લોકો એ સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો છે પરંતુ જ્યાં સુધી કોંગ્રેસમાં એકતા નહીં હોય ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય પાંચ બેઠક ઉપર સત્તામાં નહીં આવે તે નિશ્ચિત છે.
Advertisement
Tags :
Advertisement

.