ગોપાલ ઈટાલિયાનો વિવાદિત વિડીયો વાયરલ, જાણો ઈલેક્શની આજના દિવસની તમામ અપડેટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) નજીક છે ત્યારે રાજકીય આગેવાનોની નિવેદન બાજીઓ પણ થઈ રહી છે. આ નિવેદનબાજી દરમિયાન નેતાઓ દ્વારા ઘણીવાર અણછાજતી ભાષાનો ઉપયોગ થઈ જાય છે. આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) આવો એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે. જેને લઈને રાજનીતિ ગરમાઈ છેઇટાલિયાનો વિવાદિત વીડિયો થયો વાયરલઆમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો એક વિવાદીત વિડીયો સામે આવ્
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) નજીક છે ત્યારે રાજકીય આગેવાનોની નિવેદન બાજીઓ પણ થઈ રહી છે. આ નિવેદનબાજી દરમિયાન નેતાઓ દ્વારા ઘણીવાર અણછાજતી ભાષાનો ઉપયોગ થઈ જાય છે. આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો (Gopal Italia) આવો એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે. જેને લઈને રાજનીતિ ગરમાઈ છે
ઇટાલિયાનો વિવાદિત વીડિયો થયો વાયરલ
આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયાનો એક વિવાદીત વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ભાજપના કાર્યકરોને લઈને નિવેદન આપી રહ્યાં છે. તેમના આ નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. વિડીયો પ્રમાણે તેઓ કહી રહ્યાં છે કે, ભાજપના નેતાઓ હરામી અને વડોદરાના ભાજપવાળા ચાર વખત હરામી છે. વડાપ્રધાનશ્રી અને તેમના માતા તથા ભગવાન વિશેના વધુ એક ઈટાલિયાના નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે.
ગોપાલ ઈટાલિયાના વીડિયો લઈને ભાજપની પ્રતિક્રિયા
ઈટાલિયાના નિવેદન બાદ ભાજપની (BJP) પ્રતિક્રિયા સામે આવી છે. યજ્ઞેશ દવેએ વિડીયો શેર કરી ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. ભાજપના મીડિયા કન્વિનર યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી ગોપાલ ઈટાલિયાને જવાબ આપ્યો. તેમણે ટ્વીટમાં સવાલ ઉઠાવ્યા કે, શું સરદારના વંશજની આવી ભાષા હોય, આવી ભાષા શું યોગ્ય છે?
AAPની 'બચકા'ની રાજનીતિ
બીજી તરફ સુરતમાં AAPના કોર્પોરેટરની ઉદ્ધતાઈ સામે આવી છે. એક વિડીયો સામે આવ્યો છે જેમાં AAPની મહિલા કોર્પોરેટરે ગાર્ડને બચકું ભર્યું હતુ. સામાન્ય સભામાં હોબાળોને પગલે બહાર કાઢતા મહિલા કોર્પોરેટરે ઉદ્ધતાઈ કરી ગાર્ડને બચકું ભરી લીધું હતું. AAP કોર્પોરેટરની આ કરતૂત સામે ફિટકાર વરસી રહી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સામાજીક રાજનીતિ તેજ
વિધાનસભાની ચૂંટણીપૂર્વે સામાજીક રાજનીતિ તેજ થઈ છે. જુદાં-જુદાં સમાજો પોતાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે પાટણમાં માલધારી સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં આ ચૂંટણીમાં માલધારી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વની માગ કરવામાં આવી હતી. તેમણે દરેક પક્ષો પાસે ટિકિટ ફાળવણીને લઈ માગણી કરી છે. માલધારી આગેવાન પ્રમાણે રાજ્યની 60 બેઠક પર માલધારી સમાજનું પ્રભુત્વ છે.
કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના AAP પર પ્રહાર
કેન્દ્રીયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, જેને કશું આપવું જ નથી એટલે ખાલી જાહેરાતો કરે છે. OPSએ AAPની ખોખલી જાહેરાત છે. જાહેરાત કરીને અમલમાં લાવવાની ક્ષમતા ભાજપ પાસે જ છે અને ગુજરાત સરકાર આ મામલે કામ કરી રહી છે.
Advertisement