પંજાબમાં પ્રથમ વખત 12 MBBS ડૉક્ટરો બન્યા ધારાસભ્ય, જેમાં AAPના 9
આજના સમયે ભારતીય રાજનીતિમાં તમને મોટાભાગના નેતાઓ ઓછું ભણેલા જોવા મળે છે. પરંતુ જો તમે આમ આદમી પાર્ટીને જોશો તો કઇંક અલગ જ જોવા મળશે. જીહા, AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી પોતે સારું ભણેલા છે તો પાર્ટીમાં પણ ભણેલા નેતાઓ આવે તો નવાઇ નહીં. તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું અને 92 બેઠકો સાથે સત્તા મેળવી લીધી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીના અભૂતપૂર્વ પરિણામો બાદ રàª
આજના સમયે ભારતીય રાજનીતિમાં તમને મોટાભાગના નેતાઓ ઓછું ભણેલા જોવા મળે છે. પરંતુ જો તમે આમ આદમી પાર્ટીને જોશો તો કઇંક અલગ જ જોવા મળશે. જીહા, AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી પોતે સારું ભણેલા છે તો પાર્ટીમાં પણ ભણેલા નેતાઓ આવે તો નવાઇ નહીં. તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું અને 92 બેઠકો સાથે સત્તા મેળવી લીધી છે.
પંજાબ વિધાનસભા ચૂંટણીના અભૂતપૂર્વ પરિણામો બાદ રાજ્યમાં પ્રથમ વખત 12 MBBS ડોક્ટરો ધારાસભ્ય બન્યા છે. આ MBBS ડોક્ટરોએ પંજાબ વિધાનસભામાં પોતાના વિરોધીઓને હરાવીને પોતાનું સ્થાન બનાવ્યું છે. કુલ 12 ડોક્ટરોમાંથી 9 આમ આદમી પાર્ટી (AAP)ના અને શિરોમણી અકાલી દળ (SAD), કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના એક-એક છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જે ડોક્ટરોને જીત મળી છે તેમાં તરણ તરનથી ડૉ.કાશ્મીર સિંહ સોહલ, ચમકૌર સાહિબથી ડૉ.ચરનજીત સિંહ, અમૃતસર પૂર્વથી ડૉ.ઈન્દરબીર નિજ્જર, મલૌતથી ડૉ.બલજીત કૌર, માનસાથી ડૉ.વિજય સિંગલા, મોગાથી ડૉ. અમનદીપ કૌર અરોરા, શામ ચૌરાસીમાંથી ડૉ. રવજોત સિંહ અને પટિયાલા ગ્રામીણમાંથી ડૉ. બલબીર સિંહ સામેલ છે. આ તમામ આમ આદમી પાર્ટીમાંથી જીતીને આવ્યા છે.
જ્યારે ચબ્બેવાલથી કોંગ્રેસના ડૉ.રાજ કુમાર ચબ્બેવાલ, નવાશહરથી બસપાના ડૉ.નછત્તર પાલ અને બાંગા મતવિસ્તારમાંથી શિઅદના ડૉ.શુકવિન્દર કુમાર સુખી જીત્યા છે. આજે જ્યારે દેશની અલગ-અલગ પાર્ટીઓમાં ભણેલા નેતાઓ ઓછા જોવા મળે છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ પોતાની પાર્ટીમાં ખાસ કરીને ભણેલા વર્ગને વધુ પ્રાધાન્ય આપ્યું છે. AAP એ 117 સભ્યોની વિધાનસભામાં 92 બેઠકો સાથે તેના મોટાભાગના પ્રતિસ્પર્ધીઓને હાંસિયામાં ધકેલીને ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવીને પંજાબની ચૂંટણી જીતી છે. રાજ્યમાં 2017ની ચૂંટણીમાં પાર્ટી કોંગ્રેસ પછી બીજા ક્રમે આવી હતી.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકાર બાદ હવે AAP દેશમાં તેની બીજા રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહી છે. કેજરીવાલે પંજાબમાં પાર્ટીના પ્રદર્શનને "ક્રાંતિ" તરીકે ગણાવ્યું હતું, જ્યારે તેમની પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, AAP આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના રિપ્લેસમેન્ટ તરીકે ઉભરી આવશે.
Advertisement