Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ હવે રાજકારણમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) હવે જાહેર થઇ ગઇ છે ત્યારે રોજ નવા સમાચારો આવી રહ્યા છે. સોમવારે એવા સમાચાર આવ્યા છે કે ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj - Singer) પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડશેરાજ્યના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજે પણ હવે રાજકારણમાં જોડાઇને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. જો કે તેઓ હાલ કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથ
03:29 AM Nov 07, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) હવે જાહેર થઇ ગઇ છે ત્યારે રોજ નવા સમાચારો આવી રહ્યા છે. સોમવારે એવા સમાચાર આવ્યા છે કે ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj - Singer) પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. 
જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડશે
રાજ્યના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજે પણ હવે રાજકારણમાં જોડાઇને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું મન બનાવી લીધુ છે. જો કે તેઓ હાલ કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથી પણ જીગ્નેશ કવિરાજે ચૂંટણીમાં ઝંપલાવીને લોકોની સેવા કરવાનું નક્કી કરી લીધુ છે. 
ખેરાલુ બેઠક પરથી લડશે ચૂંટણી
લોકગાયક જીગ્નેશ કવિરાજે ખેરાલુ (Kheralu) વિધાનસભા બેઠક પરથી  ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે. તેઓ તેમના સમર્થકો સાથે નજીકના ભવિષ્યમાં જ ચૂંટણી પ્રચાર પણ શરુ કરી શકે છે. ડાયરાઓ અને લોકસંગીતના કાર્યક્રમો દ્વારા લોકપ્રિય થયેલા જીગ્નેશ કવિરાજ લોકગાયક સાથે હવે રાજકારણમાં પણ ઝંપલાવી રહ્યા છે. 
અપક્ષ તરીકે લડશે ચૂંટણી
જીગ્નેશ કવિરાજ હાલ તો કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા નથી અને તેઓ અપક્ષ તરીકે મહેસાણાની ખેરાલું વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ખેરાલુ બેઠક પર અપક્ષ તરીકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે તેઓ ટક્કર આપશે. લોકગાયક તરીકે તેમની લોકચાહનાને તેઓ મતમાં કેવી રીતે રુપાંતરીત કરી શકે છે તે હવે જોવાનું રહે છે. 

સોશિયલ મીડિયા દ્વારા કરી જાહેરાત
જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં જણાવાયું છે કે ખેરાલુ મતવિસ્તારના આગેવાનો અને ચાહકોની એવી ઇચ્છા છે કે તમે ખેરાલુથી લડો પણ હું કોઇ પક્ષમાં નથી તો અપક્ષમાં લડવા તૈયાર થયો છું.
આ પણ વાંચો: આ ચૂંટણીમાં ભાજપ નવા નારા સાથે મેદાનમાં, જાણો શું છે પ્લાન
Tags :
AssemblyElectionsGujaratAssemblyElectionsGujaratAssemblyElections2022GujaratFirstIndependentcandidateJigneshKavirajMehsana
Next Article