Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો ચૂંટણીમાં કયા ઉમેદવારે પ્રચારનો કેટલો ખર્ચ રજુ કર્યો ? શું છે ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા ?

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.. જેમાંથી 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બાવળીયાએ 4 દીવસમાં 3.58 લાખ ખર્ચ્યાજસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાà
જાણો ચૂંટણીમાં કયા ઉમેદવારે પ્રચારનો કેટલો ખર્ચ રજુ કર્યો   શું છે ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.. જેમાંથી 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 
બાવળીયાએ 4 દીવસમાં 3.58 લાખ ખર્ચ્યા
જસદણ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ જસદણના ચૂંટણી અધિકારી રાજેશ આલ સમક્ષ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ તા.14 થી 17 સુધીનો કુલ રૂ.3,58,180 રૂપિયાનો ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં ફોર્મ ભરવાના દિવસે 1720 વ્યક્તિનો રૂ.110 મુજબનો ભોજનનો ખર્ચ રૂ.1,89,200, ખુરશીનું ભાડું રૂ.8600, મંડપ સર્વિસના રૂ.15,380, રેલીમાં ચા-પાણીના રૂ.7500, પ્રચાર માટેની ગાડીમાં પેટ્રોલ-ડિઝલનો ખર્ચ, ડીજેનો ખર્ચ, ઉમેદવારી કરવાની ડિપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.
ભોળાભાઇએ 7 દીવસમાં 1.30 લાખનો ખર્ચ કર્યો 
જ્યારે જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે તા.10 થી 17 સુધીનો કુલ રૂ.1,30,330 નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ફોર્મ ભરવાના દિવસે 300 વ્યક્તિનો નાસ્તાનો ખર્ચ રૂ.21,000, ચા-પાણીના રૂ.4000, સાઉન્ડ સિસ્ટમના રૂ.3000, મંડપ સર્વિસના રૂ.9000, પેટ્રોલ-ડીઝલ ખર્ચ રૂ.5000, બેનર ખર્ચ રૂ.8000, ડીજેનો ખર્ચ, ચૂંટણી ડીપોઝીટ વગેરે દર્શાવવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર 
સાથોસાથ જસદણ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણાએ પેટ્રોલ-ડીઝલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ વગેરે મળી કુલ રૂ.40,569 નો ખર્ચ, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના ઉમેદવાર શામજીભાઈ ડાંગરે ડીપોઝીટ તેમજ નોટરી મળીને કુલ રૂ.12,500 નો ખર્ચ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાએ રૂ.3300 ભોજન ખર્ચ, સ્ટેશનરી નોટરી ડીપોઝીટ વગેરે મળીને કુલ રૂ.21,240 નો ખર્ચ રજૂ કર્યો હતો.
ચૂંટણીપંચે નક્કી કરેલી મર્યાદા 
ચૂંટણી પંચ દ્વારા નક્કી થયેલા ભાવ પ્રમાણે ચા ફોફીના 1 કપના 15 રૂપિયા, ચા કોફીના અડધા કપના 10 રૂપિયા, દૂધના એક ગ્લાસના 20 રૂપિયા, બ્રેડ બટનના  25 રૂપિયા, બિસ્કીટના 20 રૂપિયા, બટાકા પૌવાના 20 રૂપિયા, ઉપમાની એક પ્લેટના 20 રૂપિયા, લીંબુ પાણીના એક ગ્લાસના 10 રૂપિયા, મોટા સમોસા 2 નંગના 40 રૂપિયા, કટલેસ બે નંગના 30 રૂપિયા, 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા, સાદી ગુજરાતી થાળી પૂરી અથવા રોટલી બેશાક દાળ ભાત પાપડ સલાડના  90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, તાવો ચાપડી ઊંધિયુંના  90 રૂપિયા, પાવભાજીના 70 રૂપિયા, પુરી શાકના  40 રૂપિયા અને પરોઠા શાકના 70 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
 
 ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.