Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદની સાબરમતી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
02:40 PM Oct 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
અમદાવાદની સાબરમતી વિધાનસભા બેઠક પર છેલ્લા બે દાયકાથી ભાજપનો (BJP) દબદબો હોવા છતાં આ બેઠક જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણ, જીતના મતની સરસાઇ, મતદારોનો મિજાસ, સ્થાનિક પ્રશ્નો સહિતના પરીબળોની વાત કરીએ તો આ બેઠક જીતવા માટે તમામ રાજકીય પક્ષો માટે વધુ મહેનત કરાવી છે.
પાટિદાર મતદારોનું પ્રભુત્વ
સાબરમતી વિધાનસભા બેઠક પર ઉત્તર ગુજરાતના પાટીદારોનો બહોળો પ્રભાવ છે. સાથે જ OBC અને દલિત મત પણ આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ બેઠક માટે રાજકીય પક્ષો મોટાભાગે પટેલ ઉમેદવારો પસંદ કરતાં આવ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સાબરમતી બેઠક પર બંને મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉતાર્યાં હોવાથી પટેલ vs પટેલનો જંગ થયો હતો. ભાજપ તરફથી અરવિંદ પટેલ જયારે કોંગ્રેસ તરફે ડૉ. જીતુ પટેલ મેદાનમાં  હતા. જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલનો વિજય થયો હતો. આ બેઠક પર પાટીદાર સાથે OBC અને દલિત મત પણ વધુ છે.
મતદારો અને મતદાન
સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,58,298 મતદારો અને 238 મતદાન મથકો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં 65.91% મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસને 2017માં અનુક્રમે 67.99 ટકા અને 26.77 ટકા મત મળ્યા હતા.
બેઠકનો ઈતિહાસ
સાબરમતી વિધાનસભા બેઠક પર સૌથી પહેલા વર્ષ 1962માં ચૂંટણી થઈ હતી. અત્યાર સુધીમાં આ બેઠક પર એક વખત પેટા ચૂંટણી થઈ હતી. છેલ્લી 4 ચૂંટણીમાં સતત ભાજપના ઉમેદવારો આ બેઠક પરથી ચૂંટાઈને આવી રહ્યો છે. અત્યારે અરવિંદ પટેલ ધારાસભ્ય છે. અરવિંદ પટેલની આ બીજી ટર્મ છે. તેમણે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભરત પટેલને પણ બહોળી લીડથી હરાવ્યા હતા.
સાબરતમી બેઠક ચૂંટણી પરિણામ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 અરવિંદ પટેલ ભાજપ
2012 અરવિંદ પટેલ ભાજપ
2007 ગીતાબેન પટેલ ભાજપ
2002 ડો. જીતુ પટેલ ભાજપ
2001 નરહરિ અમીન કોંગ્રેસ
1998 યતીન ઓઝા ભાજપ
1995 યતીન ઓઝા ભાજપ
1990 નરહરિ અમીન જેડી
1985 ભરત ગઢવી કોંગ્રેસ
1980 કોકિલાબેન વ્યાસ કોંગ્રેસ
1975 બાબુભાઈ પટેલ એનસીઓ
1962 સમાભાઈ પટેલ એસડબલ્યુએ
આ પણ વાંચો - અમદાવાદની દરિયાપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
AAPAhmedabadBJPCongressElections2022GujaratElections2022GujaratFirstSabarmatiAssemblyconstituency
Next Article