Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદની દરિયાપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
01:24 PM Oct 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
બે ટર્મથી કોંગ્રેસના પક્ષમાં રહેલી સીટ અંકે કરવા ભાજપની તૈયારી
અમદાવાદમાં કુલ 16 વિધાનસભા સીટો છે, જેમાંથી ગત વિધાનસભાની ચુંટણી દરમિયાન ભાજપને 4 સીટો દાણીલીમડા, જમાલપુર, બાપુનગર અને દરિયાપુર બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાંથી દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2012માં નવું સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની હતી. આ બેઠક અંકે કરવા ભાજપની પૂર્ણ તૈયારી છે.  આ સીટ જીતવા માટે ભાજપ SC અને લઘુમતી મતદારોને રીઝવી શકે તો જીત હાંસલ થઈ શકે છે. આ બેઠક કબ્જે કરવા ભાજપે જોર લગાવ્યું છે અને ચૂંટણી પહેલા દરિયાપૂર બેઠકની જવાબદારી ભાજપે રાજેન્દ્ર ત્રિવેદીને સોંપી છે.
જ્ઞાતિ આધારિત મતદારો
દરિયાપુર શાહપુર સીટ વર્ષ 2012માં બની હતી. દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 1.69 લાખથી વધુ મતદારો હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. તે સિવાય આ બેઠક પર દલિત, ઠાકોર, લેઉઆ પટેલ, કડવા પટેલ, જૈન, બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્રમ આવે છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.00 નોંધાઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર શેખ ગિયાસુદ્દીન હબિબુદ્દીનએ ભારતીય જનતા પાર્ટીના ભરત બારોટને હાર આપી હતી.

મતદારોનો મિજાજ અને ચૂંટણી પરિણામો
રાજકિય પંડિતો માને છે કે, ભાજપને આ સીટ પર જીત મેળવવી હોય તો SC ઉમેદવારને ટીકીટ આપવી જરૂરી છે. જો ભાજપ SC ઉમેદવારને ટીકીટ આપે અને આ સાથે જ AAPના ઉમેદવાર અને AIMIMના ઉમેદવાર પણ ચુંટણી લડે તો તેનો ફાયદો BJPને મળે અને ભાજપને જીત મળી શકે છે પરંતુ આ જીત ટૂંકા માર્જિનની રહે તેવી શક્યતા વધુ છે. દરિયાપુર વિધાનસભામાં મુસ્લિમ મતદારો કોંગ્રેસને એક તરફી સમર્થન આપી રહ્યા હોવાનું માનવામાં આવે છે, જેના કારણે ગ્યાસુદ્દીન તમામ વિપરીત સંજોગોમાં પણ પોતાની સીટ બચાવી શક્યા છે. 
આ સીટ પર ગ્યાસુદ્દીન  શેખની જીતનું અંતર ખૂબ જ પાતળું રહ્યું છે. 2007માં શેખ માત્ર 922 મતોથી આગળ હતા, જ્યારે 2012માં આ અંતર વધીને 2600 મતોથી થયું હતું અને 2017માં પણ માર્જિન બહુ મોટું ના કહી શકાય. સામાન્ય રીતે ઓછા માર્જિનથી મેળવેલી બેઠકને સલામત ગણવામાં આવતી નથી. બીજી તરફ દરિયાપુર બેઠક જીતવા માટે ભાજપે SC અને લઘુમતી વોટ તોડવા જરૂરી બને છે અને તેના માટે પણ ભાજપને AIMIM અને આમ આદમી પાર્ટીના કારણે ફાયદો થાય તેવી શક્યતા છે.
કોંગ્રેસમાં નારજગી
દરિયાપુર વિધાનસભા બેઠક માટે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો. આ બેઠક પર ગ્યાસુદ્દિન શેખનો સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા વિરોધ થયો હતો. તેઓએ કોંગ્રેસ કાર્યાલય પર રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે, દરિયાપુર વિધાનસભામાં ગ્યાસુદ્દીન શેખને ટિકિટ ફાળવવામાં આવશે, તો રાજુ મોમીન, રાજેશ બ્રહ્મભટ્ટ સહિત સ્થાનિક કોર્પોરેટરો તેમજ આ બેઠકના સેંકડો કાર્યક્રરો રાજીનામા આપશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે દરિયાપૂર બેઠક પર ઉમેદવારની જાહેરાત પહેલા ફરી અસંતોષ જોવા મળે તેવી પણ શક્યતા જણાઈ રહી છે.
ભાજપની સ્થિતિ
આ બેઠક પરથી વર્ષ 1990માં ભાજપે યુવા નેતા ભરત બારોટને ટિકીટ આપી હતી અને તેઓએ કોંગ્રેસના સુરેન્દ્ર રાજપુતને હરાવ્યા બાદ વર્ષ 1995, 1998, 2002, 2007 એમ સતત 5 ટર્મ દરિયાપુર વિધાનસભાથી ચૂંટણી જીતતા રહ્યા હતા. જોકે વર્ષ 2012માં નવું સિમાંકન થતા દરિયાપુર શાહપુર સીટ બની હતી, તેઓ વર્ષ 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ચૂંટણી હારી ગયા હતા. આ સીટ પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શ્વેતા બ્રહ્મભટ્ટ દરિયાપુર, બાપુનગર, અને મણિનગરથી જેવી વિધાનસભા બેઠકો માટે દાવેદાર માનવામાં આવે છે. 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રમોદી ગુજરાત પ્રવાસે હતા એ દરમિયાન તેઓ રાજભવન ખાતે શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરી હતી.
દરિયાપુર-કાઝીપુર મતવિસ્તારના પરિણામ
વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
1962 મોહનલાલ વ્યાસ કોંગ્રેસ
1967 ટી જે પટેલ કોંગ્રેસ
1972 મનુભાઈ પિલખીવાલા કોંગ્રેસ
1975 મનુભાઈ પિલખીવાલા કોંગ્રેસ
1980 સુરેન્દ્ર રાજપૂત કોંગ્રેસ
1985 સુરેન્દ્ર રાજપૂત કોંગ્રેસ
1990 ભરત બારોટ ભાજપ
1995 ભરત બારોટ ભાજપ
1998 ભરત બારોટ ભાજપ
2002 ભરત બારોટ ભાજપ
2007 ભરત બારોટ ભાજપ
નવા સીમાંકન બાદ દરિયાપુર બેઠકના પરિણામ
વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2012 ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ
2017 ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ
આ પણ વાંચો - અમદાવાદની અમરાઈવાડી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
AAPAhmedabadAIMIMBJPCongressDariapurAssemblyconstituencyElections2022GujaratElections2022GujaratFirst
Next Article