Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદની બાપુનગર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
અમદાવાદની બાપુનગર બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) જંગમાં બાપુનગર બેઠક પર છેલ્લી બે વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને એક એક વખત જીત્યા છે ત્યારે આ વખતે બાપુનગર બેઠક પર કોણ મેદાન મારશે? છેલ્લી બે વખતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને એક એક વખત જીત્યા છે. ગુજરાત વિધાનસભાની અમદાવાદની આ બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.
મતદારોનું સમીકરણ
બાપુનગર વિધાનસભા બેઠકમાં OBC, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને આ વખતે OBC અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળી શકે છે.જો જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી અંગે વાત કરીએ તો આ બેઠક પર અંદાજે OBC મતદારો 33.4%, દલિત મતદારો 27.03%, મુસ્લિમ મતદારો 24.3% અને પરપ્રાંતિય મતદારો 12.1% છે. વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ 1,88,385 મતદારો છે, જેમાં પુરૂષ મતદારો 99,639 અને મહિલા મતદારો 88,746 છે.
2022ની આ ચૂંટણીમાં આ બેઠકનું મહત્વ
હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબ્જો છે ત્યારે ભાજપ150+ બેઠકોના ટાર્ગેટ સાથે વ્યૂહરચના ગોઠવી આ બેઠક પર કબ્જો કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ બેઠકો માટેનું ભાજપનું ગણિત એવું છે કે ભાજપ હારે તો છે, પણ કૉંગ્રેસ કેમ જીતે છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ બેઠક પર કબ્જો કરવા ભાજપ તૈયારી કરી રહ્યું છે તો સામે પક્ષે કોંગ્રેસ પણ આ બેઠક પોતાના ખાતામાં રહે તે માટે પ્રયત્નશીલ છે.
છેલ્લી બે ચૂંટણીના પરિણામો
આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાગૃપસિંહ રાજપૂતે કોંગ્રેસના ઉમેદવાર શ્યાની ધીરૂભાઇને 2603 મતોના અંતરથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં જાગૃપસિંહને 51058 મતો મળ્યા હતા. જ્યારે શ્યાની ધીરૂભાઇને 48455 મતો મળ્યા હતા. જ્યારે ગત 2017માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલે ભાજપના ઉમેગવાર જાગૃપસિંહ રાજપૂતને 3067 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલને 58,785 મતો મળ્યા હતા જ્યારે, જાગૃપસિંહ રાજપૂતને 55718 મતો મળ્યા હતા.

ચૂંટણી વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2012      જાગૃરૂપસિંહ ગીરધરસિંહ રાજપૂત   ભાજપ
2017      હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ        કોંગ્રેસ
ભાજપની આ બેઠક અંકે કરવાની તૈયારી
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના વર્ષ 2012 અને વર્ષ 2017ની બે ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી બેઠકો સામે ભાજપની હારની સાથે સાથે કોંગ્રેસ આ બેઠકો પર કેમ જીતે છે, એ અંગેનો પણ સર્વે કરાવી આ બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેઠક અંકે કરવા ભાજપ કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપી આ સીટમાં જીત મેળવી શકે સંભવિત ઉમેદવારનું લિસ્ટ મગાવી સેન્સ લેવામાં આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.