સુરત AAPના ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ, EVM ફોટાના કારણે નેતાજીની વધી મુશ્કેલી !
ગુજરાત વિધાનસભાની(Gujarat Election 2022)બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના કેટલાક ઉમેદવારોએ વિવાદીત નિવેદનબાજી કરી. તો કેટલાક ઉમેદવારો સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ છે.ત્યારે સુરત કરંજ બેઠકના AAPઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે EVM નો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરà
ગુજરાત વિધાનસભાની(Gujarat Election 2022)બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના કેટલાક ઉમેદવારોએ વિવાદીત નિવેદનબાજી કરી. તો કેટલાક ઉમેદવારો સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ છે.ત્યારે સુરત કરંજ બેઠકના AAPઉમેદવાર મનોજ સોરઠીયા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે EVM નો ફોટો મૂકી ઝાડું ચાલે છે તેવુ લખાણ લખ્યું હતુ. જે બાદ નોડલ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદના આધારે મનોજ સોરઠીયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે.
આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી
તો બીજી તરફ સુરતમાં ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિરુદ્ધ નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ભાજપ કોર્પોરેટરની અટકાયત કરી લેવામાં આવી છે. ભાજપ કોર્પોરેટર શરદ પાટીલે મત આપ્યા બાદ મતદાન કેન્દ્ર પાસે ભાજપને મત આપવાની અપીલ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં શરદ પાટીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. શરદ પાટીલ પાંડેસરા વોર્ડ નં.28ના કોર્પોરેટર છે.
આપણ વાંચો- બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, 5મીએ થશે મતદાન, બીજા તબક્કામાં આટલા ઉમેદવારો છે મેદાને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement