Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝઘડિયામાં પિતા-પુત્ર વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ

ઝઘડિયા બેઠક ઉપર સગા પિતા પુત્ર ચૂંટણી જંગમાં આમને સામને..મહેશ વસાવાએ બીટીપીમાંથી ઉમેદવારી તો છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવીપિતા પુત્રે ઉમેદવારી ફોર્મ ભર્યાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે ચૂંટણીના રોજ નવા રંગ જોવા મળી રહ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે  ભરુચ (Bharuch) જીલ્લાની ઝઘડિયા (zaghadiya) બેઠક પર પિતા-પુત્ર આમને સામને ચૂંટણી જંગ ખેલી રહ્યા
ઝઘડિયામાં પિતા પુત્ર વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ
  • ઝઘડિયા બેઠક ઉપર સગા પિતા પુત્ર ચૂંટણી જંગમાં આમને સામને..
  • મહેશ વસાવાએ બીટીપીમાંથી ઉમેદવારી તો છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
  • પિતા પુત્રે ઉમેદવારી ફોર્મ ભર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે ચૂંટણીના રોજ નવા રંગ જોવા મળી રહ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે  ભરુચ (Bharuch) જીલ્લાની ઝઘડિયા (zaghadiya) બેઠક પર પિતા-પુત્ર આમને સામને ચૂંટણી જંગ ખેલી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા  બેઠક ઉપર છોટુ વસાવા અને તેમના સગા પુત્ર મહેશ વસાવાએ ચૂંટણી જંગમાં આમને સામને ઉમેદવારી પત્રો ભર્યા છે. પિતાએ અપક્ષ ઉમેદવારી કરી જ્યારે પુત્ર એ બીટીપીમાંથી ઉમેદવારી કરી છે. 
પુત્રએ પિતાનું પત્તુ કાપ્યું
ઝઘડિયા મત વિસ્તારમાં આદિવાસીઓ મતોનું પ્રભુત્વ છે. છેલ્લી સાત ટર્મથી છોટુ વસાવા ઝઘડિયા મત વિસ્તારમાં રાજ કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા એ પોતે સેફ બેઠક ઉપરથી ઉમેદવારી કરવા માટે પિતાનુ બીટીપીમાંથી પત્તું કાપી નાખી પોતે ઉમેદવારી નોંધાવી છે. મહેશ વસાવા એ ઝઘડિયા બેઠક ઉપર ધારાસભ્ય બનવા માટે બીટીપીમાંથી ઉમેદવારી કરી છે અને તેમણે જીતની આશાઓ પણ વ્યક્ત કરી છે.  પુત્ર એ જ પિતાની રાજકીય કારકિર્દી પૂર્ણ કરવા પોતે સગા બાપની ઉપરવટ જઈ બીટીપીમાંથી ઉમેદવારી કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
પિતાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી
આદિવાસીઓના મસિહા અને સાત ટર્મથી ઝઘડિયા મત વિસ્તાર ઉપર રાજ કરતા છોટુ વસાવા સામે તેમનો જ પુત્ર એટલે કે લોહી લોહી આમને સામને આવી ગયા છે. પુત્રએ પિતાની ટિકિટ કાપી નાખતા પિતા છોટુ વસાવાએ પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પુત્રને પડકાર ફેંક્યો હતો.  છોટુ વસાવા એ પણ જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.