રાજ્યમાં ઠેર ઠેર ખોટકાયા EVM, તો સુરત ઉત્તરમાં વીજળી ગુલ થતા મતદાન અટક્યું
સુરતમાં 75 VVPAT,72 CU,30 BU ખોટકાયાઉના,વાપી,ગોંડલ,વાંસદામાં ખોટકાયા EVMમોરબીમાં ત્રણેય બેઠક પર ખોટકાયા EVMધોરાજીમાંથી બોગસ BLO ઝડપાતા તપાસના આદેશપ્રથમ તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ EC પહોંચ્યુંઅનેક જગ્યાએ ગાઈડલાઈન ભંગ થતી હોવાની રજૂઆતચૂંટણી પંચને યોગ્ય પગલાં લેવાની રજૂઆતસુરત ઉત્તરમાં વીજળી ગુલ થતા મતદાન અટક્યુંબેગમપુરાની વિરમગામી મહોલ્લાની શાળામાં વીજળી ગુલકોંગ્રસના કાર્યકરો શાળામાà
08:08 AM Dec 01, 2022 IST
|
Vipul Pandya
- સુરતમાં 75 VVPAT,72 CU,30 BU ખોટકાયા
- ઉના,વાપી,ગોંડલ,વાંસદામાં ખોટકાયા EVM
- મોરબીમાં ત્રણેય બેઠક પર ખોટકાયા EVM
- ધોરાજીમાંથી બોગસ BLO ઝડપાતા તપાસના આદેશ
- પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ EC પહોંચ્યું
- અનેક જગ્યાએ ગાઈડલાઈન ભંગ થતી હોવાની રજૂઆત
- ચૂંટણી પંચને યોગ્ય પગલાં લેવાની રજૂઆત
- સુરત ઉત્તરમાં વીજળી ગુલ થતા મતદાન અટક્યું
- બેગમપુરાની વિરમગામી મહોલ્લાની શાળામાં વીજળી ગુલ
- કોંગ્રસના કાર્યકરો શાળામાં ધરણાં પર બેઠાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી ઉત્સાહભેર શરૂ થઇ ગયું છે. ત્યારે ધીમે ધીમે લોકો હવે ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે. જોકે, ઘણી જગ્યાએ લોકોને લાંબી કતાર હોવાના કારણે મતદાન કરવામાં સમય લાગ્યો છે તો ઘણી જગ્યાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ખોટકાયા હોવાની ઘટના બનવાના કારણે લોકો મતદાન મથકે અટવાયા છે. જીહા, પ્રથમ તબક્કામાં EVM ખોટકાયાની અનેકો ફરિયાદો સામે આવી છે.
રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ખોટકાયા EVM
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ EVM ખોટકાયા છે. જેમા ઉના, વાપી, ગોંડલ, વાંસદા ઉપરાંત મોરબીમાં ત્રણેય બેઠકો પર EVM ખોટકાયા છે. મળતી માહિતી અનુસાર, વાપી જીઆઈડીસી બુથ 193માં EVM ખોટકાયું હતું. વળી ગોંડલના ભગવતપરા શાળા નંબર-5માં EVM ખોટવાયું છે. આ ઉપરાંત મોરબી, ટંકારા, વાંકાનેર, વાંસદાના ઉનાઈમાં બે મતદાન મથકો, તાપીના જામકી ગામ, ઉનાની પોસ્ટ ઓફિસની કન્યા શાળામાં પણ EVM ખોટકાયું છે.
કોંગ્રેસના ઉમેદવારે મતદાન મથક પર પાવર નિષ્ફળતા સામે ધરણા કર્યા
મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં આજે સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અનેક વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન દરમિયાન EVM મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ હતી. મતદાન માટે આવેલા લોકોને 1 કલાક સુધી લાઈનોમાં ઉભા રહેવાથી પરેશાન થવું પડ્યું હતું. શાળા નંબર 60માં EVM મશીનમાં ખામી હોવાના સમાચાર આવ્યા હતા. આ જ ચાર નંબરની શાળામાં પણ EVM મશીનમાં ખામી સર્જાતા લોકો પરેશાન થયા હતા. સુરતના બુથ નંબર 138 પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બંધ થઈ જવાના કારણે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. મતદાન પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારે મતદાન મથક પર પાવર નિષ્ફળતા સામે ધરણા કર્યા છે.
મતદાન એ અધિકાર અને ફરજ બંને છે
આજે 1 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મતદાન ચાલી રહ્યું છે. સુરતના એક મતદાન મથકમાં વીજ પુરવઠો ખોરવાતા દિવ્યાંગ સહિત સામાન્ય લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા. અહીં વડીલો પણ લાઈનમાં ઉભા હતા. તેઓએ જણાવ્યું કે, સિનિયર સિટીઝન માટે અલગ લાઈનો હોવી જોઈએ અને બેઠક વ્યવસ્થા કરવી જરૂરી છે. કેટલાકે કહ્યું કે મતદાન એ અધિકાર અને ફરજ બંને છે. વળી, વીજ નિષ્ફળતાને કારણે, ઘણા મતદારો સુરતના બેગમપુરા વિરમગામી મોહલ્લાની શાળામાં મતદાન કર્યા વિના મતદાન મથક પરથી પાછા જતા રહ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકર અસદ કલ્યાણીએ તેમના સાથીદારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની તરફેણમાં મતદાન ન થાય તે માટે લાઇટો બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત સાતમી વખત સત્તા મેળવવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતમાં ઘણી રેલીઓ યોજી હતી. આ સિવાય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી, હિમાચલ પ્રદેશ, ગોવા, આસામના મુખ્યમંત્રી અને ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને અન્ય નેતાઓ રેલીઓ કરી છે. વળી આ વખતે ચૂંટણીમાં મુકાબલો આમ આદમી પાર્ટીમાંથી દેખાઈ રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ તબક્કાના મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો આ તબક્કામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાંથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી મેદાનમાં છે. વિરમગામથી હાર્દિક પટેલ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. વળી ગત 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે વડગામથી ચૂંટાયેલા નેતા જીગ્નેશ મેવાણી આ વખતે પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જોકે, આ વખતે તેઓ અપક્ષ નહીં પણ કોંગ્રેસ તરફથી મેદાને ઉતર્યા છે.
આ પણ વાંચો - અલ્પેશ કથીરિયા અને કુમાર કાનાણી આવ્યા સામ-સામે, અલ્પેશ કથીરિયાએ પગે લાગીને લીધા આશિર્વાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article