ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૂંટણીના પરિણામ પહેલા EVM મુદ્દો ઉઠ્યો, અખિલેશ યાદવે ECના અધિકારીઓ ઉપર EVMમાં ચેડા કરવાના લગાવ્યા આરોપ

દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પાંચ રાજ્યોમાં તમામ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 10 માર્ચે તમામ ચૂંટણીનું પરિણામ આવવા જઈ રહ્યું છે. તો બીજી તરફ તમામ એક્ઝિટ પોલમાં યોગી સરકારની સ્પષ્ટ બહુમતીથી જીતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે અખિલેશ યાદવ મુંજાયા છે. હવે અખિલેશ યાદવે ચૂંટણીના પરિણામ પહેલા જ EVM EVM ના રાગ આલાપી રહ્યા છે. ઉત્તરપ્રદેશના 10 માર્ચે આàª
04:41 PM Mar 08, 2022 IST | Vipul Pandya

દેશમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પાંચ
રાજ્યોમાં તમામ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 10 માર્ચે તમામ
ચૂંટણીનું પરિણામ આવવા જઈ રહ્યું છે. તો બીજી તરફ તમામ એક્ઝિટ પોલમાં યોગી સરકારની
સ્પષ્ટ બહુમતીથી જીતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે અખિલેશ યાદવ
મુંજાયા છે. હવે અખિલેશ યાદવે ચૂંટણીના પરિણામ પહેલા જ
EVM EVM ના રાગ આલાપી રહ્યા છે. ઉત્તરપ્રદેશના 10 માર્ચે આવનારા પરિણામોની દરેક જણ રાહ
જોઈ રહ્યા છે. દરમિયાન યુપી ચૂંટણીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં
ભાજપની સરકાર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના જાહેર થયેલા પરિણામો પર સમાજવાદી
પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. 


સપા પ્રમુખ અખિલેશ યાદવે
કહ્યું કે આ એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે ભાજપ જીતી રહ્યું છે. એટલું
જ નહીં
, તેણે ચૂંટણી પંચના અધિકારીઓ પર ઈવીએમ
સાથે ચેડા કરવાનો આરોપ પણ લગાવ્યો. 
અખિલેશ યાદવે કહ્યું કે એક્ઝિટ પોલ એવી છાપ ઉભી કરવા માંગે છે કે
ભાજપ જીતી રહી છે. લોકશાહીની આ છેલ્લી લડાઈ છે. ઉમેદવારોને જાણ કર્યા વગર ઈવીએમ
પહોંચાડવામાં આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વડાએ વધુમાં કહ્યું કે જો આ રીતે
ઈવીએમનું પરિવહન થઈ રહ્યું છે તો આપણે સાવધાન રહેવાની જરૂર છે. આ ચોરી છે. આપણે
આપણો મત બચાવવાની જરૂર છે. અમે આની વિરુદ્ધ કોર્ટમાં જઈ શકીએ છીએ પરંતુ તે પહેલા
હું લોકોને લોકશાહી બચાવવા માટે અપીલ કરવા માંગુ છું.

 

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટી અયોધ્યા જીતી રહી છે,
તેથી ભાજપ ડરી ગઈ છે. સમાજવાદી પાર્ટીના વડા
અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓ
EVM સાથે ચેડાં કરી રહ્યાં છે. જણાવી દઈએ કે સોનભદ્રમાં પણ સપાના નેતાઓએ
સ્ટ્રોંગ રૂમ કોમ્પ્લેક્સ તરફ જતા બે સરકારી વાહનોને પકડ્યા છે
, જેમાં સીલ અને મતપેટીઓ મળી આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે જો તમે વોટ
આપ્યો છે તો વોટ બચાવો. હવે ઈવીએમને ત્રણ દિવસ સુધી સાચવવા પડશે. ખેડૂતો જેમ બેઠા
છે તેમ કામદારોએ પણ બેસવું પડશે. લોકશાહીને બચાવવા દરેકે આગળ આવવું પડશે. નોંધનીય
છે કે યુપીમાં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને પરિણામ
10 માર્ચે જાહેર કરવામાં આવશે.

Tags :
AkhileshYadavElectionCommisionElectionResultEVMGujaratFirstUPElection2022
Next Article