Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવરાજ સિંહે અખિલેશને ઔરંગઝેબ કહ્યા, તો અખિલેશે યોગીને ‘બુલડોઝર બાબા’ ગણાવ્યા

દેશના પાંચ રાજ્યોની અંદર વિધાનસભા ચૂંણીને લઇને અત્યારે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ તમામ લોકોની નજર ઉત્તર પ્રદેશ પર વધારે મંડાયેલી છે. ઉત્તર પ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ તો દેશનું સૌથી મોટું રાજ્ય છે જ, પરંતુ રાજનીતિની દ્રષ્ટિએ પણ મોટું છે. આજે તો ઉત્તર પ્રદેશમાં ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ આગામી ચૌથી ચરણ માટેનો ચૂંટણી પ્રચાર પણ શરુ છે. પ્રચાર માટે સભાઓ અને à
શિવરાજ સિંહે અખિલેશને ઔરંગઝેબ કહ્યા  તો અખિલેશે યોગીને  lsquo બુલડોઝર બાબા rsquo  ગણાવ્યા
દેશના પાંચ રાજ્યોની અંદર વિધાનસભા ચૂંણીને લઇને અત્યારે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ તમામ લોકોની નજર ઉત્તર પ્રદેશ પર વધારે મંડાયેલી છે. ઉત્તર પ્રદેશ વિસ્તારની દ્રષ્ટિએ તો દેશનું સૌથી મોટું રાજ્ય છે જ, પરંતુ રાજનીતિની દ્રષ્ટિએ પણ મોટું છે. આજે તો ઉત્તર પ્રદેશમાં ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ આગામી ચૌથી ચરણ માટેનો ચૂંટણી પ્રચાર પણ શરુ છે. પ્રચાર માટે સભાઓ અને રેલીઓ થઇ રહી છે અને સાથે જ નેતાઓના  ‘બોલ બચન’ પણ સામે આવી રહ્યા છે. એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થઇ રહ્યા છે. જે ભારતીય રાજનીતિ માાટે હવે સામાન્ય વાત થઇ ગઇ છે.
Advertisement


અખિલેશ યાદવ આજના ઔરંગઝેબ છે : શિવરાજ સિંહ
સૌથી પહેલા વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર માટે દેશભરમાંથી અન્ય નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આવા જ એક સ્ટાર પ્રચારક એટલે મધ્ય પ્રદેશના મુખ્યમંતરી શિવરાજ સિંહ ચૌહાણ. શિવરાજ સિંહ ચૌહાણની આજે ઉત્તર પ્રદેશના દેવરિયામાં જનસભા હતી. જેને સંબોધિત કરતા સમયે તેમણે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર આક્ષેપો કર્યા હતા. શિવરાજ સિંહએ પોતાના ભાષણમાં અખિલેશ યાદવને ઔરંગઝેબ ગણાવ્યા છે. અમદાવાદ બોમ્બ વિસ્ફોટોના ચુકાદાનો ઉલ્લેખ કરતા શિવરાજે કહ્યું કે આરોપી મોહમ્મદ સૈફના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે. તેમણે કહ્યું કે અખિલેશે જવાબ આપવો જોઈએ કે આતંકવાદીઓને તેઓ આટલી છૂટ કેમ આપે છે?
શિવરાજ સિંહએ કહ્યું કે‘અખિલેશ યાદવ આજના ઔરંગઝેબ છે. જે પોતાના પિતાનો નથી થયો તે તમારો શું થશે? આવું હું નથી કહેતો પરંતુ તેમના તેમના પિતા મુલાયમ સિંહ યાદવજીએ કહ્યું છે. ઔરંગઝેબે પણ આવું જ કર્યું હતું. તેમના પિતા શાહજહાંને કેદ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવ કહે છે કે અખિલેશે જેટલું અપમાન કર્યું એટલું દુનિયામાં કોઈએ નથી કર્યું.’

‘બાાબાજીનું નવું નામ બુલડોઝર બાબા’ : અખિલેશ
તો આ તરફ પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ક્યા પાછળ રહે તેમ હતા. આજે તેમણે પણ અયોધ્યામાં એક જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નવું નામ આપ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે ‘એક અંગ્રેજી અખબારે બાબાજીનું નામ બાબા બુલડોઝર રાખ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી હવા બદલાઇ છે, ત્યારથી ભાજપની ભાષા પણ બદલાઈ ગઈ છે. આ ચૂંટણીમાં સાયકલનું બટન દબાવીને ઐતિહાસિક જીત અપાવો. આ ચૂંટણી સરકાર બનાવવાની છે. ઉત્તર પ્રદેશને દુર્દશાથી સમૃદ્ધિ તરફ લઇ જવાની ચૂંટણી છે. આ ચૂંટણી લોકશાહીને બચાવવાની છે.  આ બંધારણ બચાવવાની ચૂંટણી પણ છે. જે માત્ર યુપીને જ નહીં પરંતુ દેશ આખાને સંદેશ આપવાનું કામ કરશે.’
‘ભાજપે યુપીનો વિકાસ અટકાવ્યો છે. તેમનું દરેક વચનખોટું નીકળ્યું. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે. જો કે ટેકાના ભાવે તમે એક પણ પાક વેચ્યો હોય તો કહો. જેમ જેમ મતદાન થઈ રહ્યું છે તેમ તેમ ભાજપના નેતાઓ ઠંડા પડી રહ્યા છે. જ્યારે ઉન્નાવના લોકો મત આપશે ત્યારે આ લોકો શૂન્ય થઈ જશે. છેલ્લા તબક્કામાં તો ભાજપના બૂથ પર ભૂત નાચશે. જો ભાજપ ફરી સત્તામાં આવશે તો યાદ રાખજો કે તે 200 રૂપિયામાં પેટ્રોલ વેચશે.’
Tags :
Advertisement

.