વડાપ્રધાનશ્રીના રોડ-શૉમાં દરમિયાન આવેલી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, જુઓ VIDEO
આ પહેલા પણ PM મોદીનો કાફલો ઍમ્બ્યુલન્સ માટે રોકાયો છેPMશ્રીના સુરક્ષાકર્મીઓએ એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિયર કર્યોગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર પ્રચાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી વાર ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનશ્રીનો આજે સૌથી લાંબો ઔતિહાસિક રોડ-શૉ અમદાવાદમાં યોજાયો છે. નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તાર
- આ પહેલા પણ PM મોદીનો કાફલો ઍમ્બ્યુલન્સ માટે રોકાયો છે
- PMશ્રીના સુરક્ષાકર્મીઓએ એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિયર કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર પ્રચાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી વાર ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનશ્રીનો આજે સૌથી લાંબો ઔતિહાસિક રોડ-શૉ અમદાવાદમાં યોજાયો છે. નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબા આ રોડ-શૉ દરમિયાન ઍમ્બ્યુલન્સ (Ambulance) આવતા સુરક્ષાકર્મીઓએ તાબડતોબ ઍમ્બ્યુલન્સ માટે રસ્તો માર્ગ ખુલ્લો કરી દીધો હતો.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાનશ્રીનો (Narendra Modi) કાફલો એમ્બ્યુલન્સ માટે રોકાયો હોય તેવું પહેલીવાર નથી. આ અગાઉ પણ હિમાચલમાં એક રેલી માટે તેઓ જઈ રહ્યાં હતા ત્યારે તેઓએ તેમનો કાફલો રોકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો અને તે પહેલા અમદાવાદથી (Ahmedabad) ગાંધીનગર જતી વખતે પણ તેઓએ પોતાનો કાફલો એમ્બ્યુલન્સ માટે રોકાવ્યો હતો.
આ પણ વાંચો - અમદાવાદમાં પીએમ મોદીના મેગા રોડ શોનો પ્રારંભ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement