Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અહીં કોરોના પોઝિટિવ દર્દીએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ, જાણો

Gujarat Assembly Polls : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એક-બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શતાયું, દિવ્યાંગ મતદારોએ અન્ય મતદારોને મતદાન માટે પ્રેર્યા હતા તો વળી પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોમાં પણ ઉત્સાહ દેખાયો હતો.બીજી તરફ ઘણાં દર્દીઓ સારવાર વચ્ચે પણ મતદાન કરવા આવ્યા હોય તેવા કિસ્સાઓ પણ બીજા તબક્કામાં જોવા મળ્યા. આ બીજા
અહીં કોરોના પોઝિટિવ દર્દીએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ  જાણો
Gujarat Assembly Polls : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એક-બે ઘટનાને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શતાયું, દિવ્યાંગ મતદારોએ અન્ય મતદારોને મતદાન માટે પ્રેર્યા હતા તો વળી પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોમાં પણ ઉત્સાહ દેખાયો હતો.
બીજી તરફ ઘણાં દર્દીઓ સારવાર વચ્ચે પણ મતદાન કરવા આવ્યા હોય તેવા કિસ્સાઓ પણ બીજા તબક્કામાં જોવા મળ્યા. આ બીજા તબક્કામાં કોરોના પોઝિટિવ દર્દીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દિયોદર વિધાનસભા બેઠક (Deodar assembly seat) માટે આ વિસ્તારના નાની ઘરનાળ ગામે  કોરોના પોઝિટિવ દર્દી બાબુભાઇ દેસાઇએ PPE કીટ પહેરી કોવિડ પ્રોટોકોલ સાથે મતદાન કર્યુ.
એ સિવાય શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના વિજયભાઈ પવારને 4 દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત 3 દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.