Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં ભારત જોડો યાત્રા કરતી કોંગ્રેસ ગુજરાતમાં તૂટી રહી છે, જાણો આજની ઈલેક્શનની તમામ અપડેટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક છે રાજકીય પાર્ટીઓ ચૂંટણીપૂર્વે કમરકસી લીધી છે તેવામાં જુનાગઢના વિસાવદરથી કોંગ્રેસના (Congress) ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Harshad Ribadia) આજે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવા સંકેત મળી રહ્યાં છે ત્યારે આવો જાણીએ આજના દિવસની ઈલેàª
દેશમાં ભારત જોડો યાત્રા કરતી કોંગ્રેસ ગુજરાતમાં તૂટી રહી છે  જાણો આજની ઈલેક્શનની તમામ અપડેટ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક છે રાજકીય પાર્ટીઓ ચૂંટણીપૂર્વે કમરકસી લીધી છે તેવામાં જુનાગઢના વિસાવદરથી કોંગ્રેસના (Congress) ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Harshad Ribadia) આજે વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવા સંકેત મળી રહ્યાં છે ત્યારે આવો જાણીએ આજના દિવસની ઈલેક્શનની તમામ અપડેટ....
કોંગ્રેસ ધારાસભ્યનું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતના રાજકારણના આજના સૌથી મોટા સમાચાર છે. કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. આજે સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ વિધાનસભા અધ્યક્ષ નીમાબહેન આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપતા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.
શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. શંકરસિંહ વાઘેલા દિવાળી સુધીમાં કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. અર્જુન મોઢવાડિયાના નિવેદનને જગદીશ ઠાકોરનું સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસની દિવાળી સારી જશે.
નર્મદા જિલ્લામાં રાજકીય ભૂકંપ
વિધાનસભા ચૂંટણી ટાણે નર્મદા (Narmada) જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો છે.  જિલ્લામાં એકસાથે BTPના બે નેતાના રાજીનામું આપતા રાજકિય ભૂકંપ આવ્યો છે. નર્મદાના BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ આપ્યું રાજીનામું આપી દીધું છે. જ્યારે 
દાહોદમાં કોંગ્રેસને ફટકો
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક મોટો ફટકો પડ્યો છે. દેવગઢ બારીયામાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપના (BJP) ધારાસભ્ય દ્વારા ખેસ પહેરાવી કાર્યકરોને આવકારવામાં આવ્યા છે.
ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે. ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષશ્રીએ કમલમ ખાતે મંત્રીઓ સાથે ચૂંટણીલક્ષી આયોજન અંગે બેઠક કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકો જીતવા ભાજપની રણનીતિ ઘડી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મોટાભાગની બેઠકો ઉપર નવા ચહેરાઓ મેદાને ઉતરશે. 7 પૈકી 5 બેઠક ઉપર ઉમેદવાર બદલાઈ શકે છે અને એક મહિલાને ટીકીટ મળી શકે છે. તમામ બેઠક કબ્જે કરવા ભાજપ તદ્દન નવા જ ચહેરા મેદાનમાં લાવશે.
Advertisement
Tags :
Advertisement

.