પાર્ટીને વફાદાર રહેનારા અને અનુભવી ઉમેદવારો કોંગ્રેસે ઉતાર્યા છે, ટિકિટ મળવાના આ છે મહત્વના પરિબળો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકિય પાર્ટીઓએ પણ કમરકસી લીધી છે અને પોતાના ઉમેદવારોને આ ચૂંટણીજંગમાં ઉતારવાની છે. આ કડીમાં કોંગ્રેસે ગત રાત્રીએ કુલ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ અને લીમખેડા વિધાનસભા સીટ માટે 3 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. પાર્ટીને વફાદાર રહેનારા અનુભવી નેતાઓને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે ત્
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકિય પાર્ટીઓએ પણ કમરકસી લીધી છે અને પોતાના ઉમેદવારોને આ ચૂંટણીજંગમાં ઉતારવાની છે. આ કડીમાં કોંગ્રેસે ગત રાત્રીએ કુલ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ અને લીમખેડા વિધાનસભા સીટ માટે 3 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. પાર્ટીને વફાદાર રહેનારા અનુભવી નેતાઓને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે આપને જણાવી દઈએ આ ત્રણ ઉમેદવારોને ટિકિટ મળવા પાછળના મહત્વના પરિબળો શું છે.
129-ફતેપુરા
- ફતેપુરા વિધાનસભા સીટ પર કોંગ્રેસે પોતાના ઉમેદવારને રિપિટ કર્યાં છે
- રઘુભાઈ મછારને કોંગ્રેસે ગત વિધાનસભા 2017માં ટીકીટ આપી હતી
- તેઓ ગત ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા સામે માત્ર 2711 મતથી હાર્યા હતા
- તેમનો પરિવાર કોંગ્રેસ તરફી રહ્યો છે, તેમના પિતા દિતભાઈ મછાર જુના કોંગ્રેસી નેતા છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે
- સ્થાનિક સંસ્થાઓ અને મંડળીઓ સાથે સંકળાયેલા છે વિસ્તારમાં ઘણો દબદબો ધરાવે છે
130 ઝાલોદ
- ઝાલોદ વિધાનસભા સીટ પર કોંગ્રેસે ડૉ. મિતેષ ગરાસિયાને ટિકિટ આપી છે
- વર્ષ 2012માં તેઓ ઝાલોદના ધારાસભ્ય હતા
- વર્ષ 2017માં કોંગ્રેસે ભાવેશ કતરાને ટીકીટ આપી હતી
- પોતાની ટિકિટ કપાવા છતાં તેમને પાર્ટીનો સાથ આપ્યો અને વફાદાર રહ્યા
- બીજી તરફ ભાવેશ કતરા છેલ્લા 2વર્ષથી નિષ્ક્રિય છે અને તે ભાજપને અંદેરખાને સપોર્ટ કરે છે
- જ્યારે ડૉ. મિતેષ ગરાસિયા પોતે પ્રોફેશનથી ડોકટર છે અને ઝાલોદ પંથકમાં તેઓની સેવાઓથી લોકોને ખુબ લાભ મળે છે જેથી તેઓ સીધા લોકોના સંપર્કમાં છે
131 લીમખેડા
- લીમખેડા વિધાનસભા સીટ પર કોંગ્રેસે રમેશ ગુંદીયાને ટિકિટ આપી છે.
- રમેશ ગુંદિયાને ટીકીટ મળવાનું કારણ લીમખેડામાં આજની તારીખે કોંગ્રેસનો જૂનો અને મજબૂત ચહેરો છે
- તેઓની લીમખેડાના સંગઠન ઉપર સારી પક્કડ છે અને તમામ હોદ્દેદારો સાથે તેઓ નો સમનવય સારો છે
- રમેશ ગુંદીયાનો પરિવાર કોંગ્રેસ પાર્ટીને વરેલો રહ્યો છે, તેમના પિતા બદિયભાઈ ગુંદીયા લીમખેડાના કોંગ્રેસના જૂના ચેહરા છે અને તેમનું કોંગ્રેસમાં વર્ચસ્વ સારું હતું.
Advertisement