Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI વિશે ગોપાલ ઇટાલીયાની ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ પણ AAP પર ભડકી, જાણો શું કહ્યું

આમ આદમી પાર્ટી (AAP)ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર કરેલી ટિપ્પણીને કોંગ્રેસે પણ વખોડી કાઢી છે. છત્તીસગઢ (Chhattisgarh)ના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે  ગોપાલ ઇટાલીયાના નિવેદનની ટીકા કરી હતી. AAP નેતાની ટિપ્પણીની નિંદા કરતા, છત્તીસગઢના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે પીએમ મોદીની માતા 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.શું કહ્યું ભૂપેન્દ્ર બધેલà
pm modi વિશે ગોપાલ ઇટાલીયાની ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ પણ aap પર ભડકી  જાણો શું કહ્યું
આમ આદમી પાર્ટી (AAP)ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર કરેલી ટિપ્પણીને કોંગ્રેસે પણ વખોડી કાઢી છે. છત્તીસગઢ (Chhattisgarh)ના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે  ગોપાલ ઇટાલીયાના નિવેદનની ટીકા કરી હતી. AAP નેતાની ટિપ્પણીની નિંદા કરતા, છત્તીસગઢના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે પીએમ મોદીની માતા 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
શું કહ્યું ભૂપેન્દ્ર બધેલે?
ભૂપેશ બઘેલે કહ્યું કે ગોપાલ ઈટાલીયાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને ગુજરાત અને દેશ સહન નહીં કરે. ઇટાલીયાએ પીએમની માતા વિશે ટિપ્પણી કરી હતી. તેઓ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ તેની નિંદા કરે છે. ગુજરાતમાં તો ભાજપ અને કોંગ્રેસની લડાઈ થશે.
Advertisement

ઇટાલીયાનો વિડીયો વાયરલ થયો હતો
ઉલ્લેખનિય છે કે ગોપાલ ઇટાલીયાનો એક વિડીયો ગત દિવસોમાં વાયરલ થયો હતો, જેમાં તે પીએમ નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. 
ગોપાલ ઇટાલીયાની અટકાયત કરાઇ હતી
તાજેતરમાં નેશનલ કમિશન ફોર વુમન (NCW) દ્વારા સમન્સ પાઠવ્યા બાદ ગુરુવારે દિલ્હી પોલીસે ઇટાલીયાની અટકાયત કરાઇ હતી. NCW ચીફે ઈટાલીયાને એક વિવાદાસ્પદ વિડીયો માટે સમન્સ પાઠવ્યું હતું જેમાં પીએમ મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો હતો. 
સંબિત પાત્રાએ ટિપ્પણીની ટીકા કરી
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ઇટાલીયાની ટિપ્પણી પર ટીકા કરી હતી. પાત્રાએ કહ્યું હતું કે વડાપ્રધાનને અપમાનિત કરવું દેશના લોકતાંત્રિક નિયમોની વિરુદ્ધ છે. તે દેશનું અપમાન છે. કોઈ પણ જાતિ કે ધર્મનો હોય, કોઈ પણ વ્યક્તિ નીચી ન હોઈ શકે.
Advertisement
Tags :
Advertisement

.