Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ-બીટીપીના ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ, કોંગ્રેસે ઝઘડિયા અને દેડિયાપાડા બન્ને બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર

રાજ્યસભા ચૂંટણીમાં બીટીપીના મત કોંગ્રેસ મળ્યા ન હતા.અને તેની અસર હવે વિધાનસભા ચૂંટણી પર જોવા મળી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-બીટીપી ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. કોંગ્રેસે ડેડિયાપાડા અને ઝગગડિયા બન્ને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગત વિધાનગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ- બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું.આ વખતે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવા
કોંગ્રેસ બીટીપીના ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ  કોંગ્રેસે ઝઘડિયા અને દેડિયાપાડા બન્ને બેઠકો પર ઉતાર્યા ઉમેદવાર
Advertisement
રાજ્યસભા ચૂંટણીમાં બીટીપીના મત કોંગ્રેસ મળ્યા ન હતા.અને તેની અસર હવે વિધાનસભા ચૂંટણી પર જોવા મળી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-બીટીપી ગઠબંધનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. કોંગ્રેસે ડેડિયાપાડા અને ઝગગડિયા બન્ને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગત વિધાનગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ- બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું.આ વખતે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે.જ્યારે ઝગડીયાથી ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે.
કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનની રહી સહી આશા ઉપર પણ હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી તેમાં ડેડીયાપાડા અને ઝગડીયા બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથે આ બંને બેઠકો પર કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસે ડેડીયાપાડા પર કોંગ્રેસે જેરમાબેન વસાવાને ટિકિટ આપી છે તો ઝગડીયા બેઠક પર ફતેહસિંહ વસાવાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. રાજ્યસભા ચૂંટણીઓમાં બીટીપીના મત કોંગ્રેસને ના મળતાં આ વખતના મહાસંગ્રામમાં કોંગ્રેસ-બીટીપીનું ગઠબંધન તૂટ્યું છે. 
મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 સભ્યોની બીજી યાદીમાં પ્રથમ તબક્કાના બાકી રહેલ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં લલિત વસોયાને ધોરાજીથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવી અટકળો ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.હાલ બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર કર્યા છે.
આ તરફ કોંગ્રેસ અને NCPના ગઢબંધન અંગે આજે નિર્ણય લેવાયો..આજે  NCP અને કોંગ્રેસના નેતાઓ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચે બેઠક મળી હતી. જેમાં બન્ને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું હતું..જો કે કેટલી બેઠક પર ગઠબંધન થયું તે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×