ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્ય ચૂંટણી અધિકારીએ જનતાને કરી આ અપીલ
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) યોજાવાની છે, જેના માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે ચૂંટણીને લઈને જનતાને તેમની ફરજો અને અધિકારોથી વાકેફ કરવાની વહીવટી ઝુંબેશને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. દેશની ચૂંટણી પ્રક્રિયાને સુધારવામાં દરેક મતદારની ભૂમિકા મહત્વની છે અને લોકો દ્વારા આપવામાં આવેલા મત સરકારની રચનામાં મોટો ફાળો આપે છે. તંત્ર દ્વારા હવે સ
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) યોજાવાની છે, જેના માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે ત્યારે ચૂંટણીને લઈને જનતાને તેમની ફરજો અને અધિકારોથી વાકેફ કરવાની વહીવટી ઝુંબેશને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. દેશની ચૂંટણી પ્રક્રિયાને સુધારવામાં દરેક મતદારની ભૂમિકા મહત્વની છે અને લોકો દ્વારા આપવામાં આવેલા મત સરકારની રચનામાં મોટો ફાળો આપે છે. તંત્ર દ્વારા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા વિવિધ સંદેશાઓ આપીને જનતાને જાગૃત કરવામાં આવી રહી છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) પી. ભારતીએ નાગરિકોને મતદાર યાદીમાં નામોની નોંધણી/સુધારણા માટે અપીલ કરી છે. ગુજરાત માહિતી વિભાગે દેશના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ દ્વારા આ માહિતી આપી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીની મતદાર યાદીમાં નામોની નોંધણી/સુધારણા માટે નાગરિકોને નમ્ર અપીલ...
Advertisement
મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નાગરિકોએ વહેલામાં વહેલી તકે મતદાર યાદીમાં નામ નોંધણી/સુધારણા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. જેથી તેમાં સુધારો થઈ શકે અને ચૂંટણીની તારીખ સુધી નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકાય. આ સાથે લોકોને તેમના મતદાર અધિકારો વિશે જાગૃત કરવામાં આવ્યા છે.
રાજ્યની ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, ગુજરાત વિધાનસભાના (Gujarat Elections 2022) 182 સભ્યોને ચૂંટવા માટે રાજ્યમાં નવેમ્બર 2022 થી ડિસેમ્બર સુધી ચૂંટણી યોજાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિધાનસભામાં 99 બેઠકો મળી હતી, જ્યારે બહુમતનો આંકડો 92 હતો. તેમજ કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આકરો પડકાર આપ્યો હતો. પરંતુ તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાંથી ભાજપને હટાવી શકી નહોતી. સૂત્રોનું માનીએ તો છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસે જીતેલી આ સૌથી વધુ બેઠકો હતી. તે પહેલા વર્ષ 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી.
પરંતુ આ વખતે કોંગ્રેસ સિવાય ભાજપને પણ આમ આદમી પાર્ટીના પડકારનો સામનો કરવો પડશે. AAP ઘણા મોટા વચનો સાથે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પ્રવેશ કરી રહી છે. એ જોવાનું રહે છે કે પંજાબ પછી પાર્ટી ગુજરાત પર કબજો મેળવી શકે છે કે પછી રાજ્યની બાગડોર ભાજપ પોતાના હાથમાં લે છે.