ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, 5મીએ થશે મતદાન, બીજા તબક્કામાં આટલા ઉમેદવારો છે મેદાને

પહેલા તબક્કામાં 14 જિલ્લામાં થવાનું છે મતદાનઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાનગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખના રોજ થવાનું છે અને નિયમ પ્રમાણે આજે સાંજે 5 વાગ્યે પહેલા તબક્કાના 14 જિલ્લાઓ માટેના પ્રચાર પડઘમ શાંત થયો છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારો સુધી પહોંચવા માટે રાજકિય પાર્ટીઓ પુરજોશ સાથે મહેનત કરી રહી છે.14 જિ
11:33 AM Dec 03, 2022 IST | Vipul Pandya
  • પહેલા તબક્કામાં 14 જિલ્લામાં થવાનું છે મતદાન
  • ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે
  • 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખના રોજ થવાનું છે અને નિયમ પ્રમાણે આજે સાંજે 5 વાગ્યે પહેલા તબક્કાના 14 જિલ્લાઓ માટેના પ્રચાર પડઘમ શાંત થયો છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારો સુધી પહોંચવા માટે રાજકિય પાર્ટીઓ પુરજોશ સાથે મહેનત કરી રહી છે.
14 જિલ્લા, 93 બેઠકો, 833 ઉમેદવારો
પહેલા તબક્કામાં જે 14 જિલ્લાઓમાં મતદાના થવાનું છે ત્યાં પ્રચાર-પ્રસાર બંધ થઈ ચુક્યો છે. પહેલા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે હવે મતદારો જ ઉમેદવારોના ભાગ્યવિધાતા છે.
છેલ્લી ઘડીનો પ્રચાર તેજ
આ તબક્કામાં પ્રચાર માટે બાકી રહેલા વિસ્તારોમાં આજે સવારથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ બાઈક અને વાહન રેલી કાઢી હતી. રાજકીય પક્ષોએ આજે સવારથી જ પોતાના વિસ્તારમાં બાઈક રેલી સાથે શક્તિ પ્રદર્શન કરવા ઉપરાંત મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કર્યો હતો તો બીજી બાજુ સોશ્યલ મિડિયા (Social Media) ઘણું જ આક્રમક બની ગયું હતું. તેમજ ડોર ટુ ડોર અને માઉથ ટુ માઉથ પ્રચાર માટે પણ રાજકીય પક્ષના નેતા-કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યાં છે.
2.51 લાખ મતદારો
બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર 69 મહિલાઓ અને 764 પુરૂષો મળી કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ ચૂંટણીપંચે પૂર્ણ કરી દીધી છે. બીજા તબક્કામાં 1.29 કરોડ પુરુષ,1.22 કરોડ મહિલા, 894 થર્ડ જેન્ડર મળી કુલ 2,51,58,730 મતદારો છે તો 18,271 સેવા મતદારો, 660 NRI મતદારો પણ છે.
ચૂંટણીપંચ તૈયાર
બીજા તબક્કામાં કુલ 26,409 મતદાન મથકોમાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ, 40,434 VVPATનો ઉપયોગ કરવામાં આવશે અને 29,062 પ્રિસાઈડીંગ ઓફિસર્સ તથા 84,263 પોલિંગ ઓફિસર્સ ફરજ બજાવશે. સાથે જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનપૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો - મતદાન માટે અમદાવાદના વહિવટી તંત્રએ પૂર્ણ કરી તમામ તૈયારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPBJPCongressGujaratGujaratElections2022GujaratFirstSecondPhaseVotting
Next Article