Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલંગાણા અને બિહારમાં રાજ્યસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર

ચૂંટણી પંચે ગુરુવારે તેલંગાણા અને બિહારમાંથી એક-એક રાજ્યસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણી તારીખો જાહેર કરી છે. જે મુજબ 12મી મેના રોજ પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 મે રહેશે. આ પછી 30 મેના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી થશે. 1 જૂન પહેલા ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.તેલંગાણા રાà
તેલંગાણા અને બિહારમાં રાજ્યસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણીની તારીખો જાહેર
ચૂંટણી પંચે ગુરુવારે તેલંગાણા અને બિહારમાંથી એક-એક રાજ્યસભાની ખાલી બેઠક માટે પેટાચૂંટણી તારીખો જાહેર કરી છે. જે મુજબ 12મી મેના રોજ પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 19 મે રહેશે. આ પછી 30 મેના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી થશે. 1 જૂન પહેલા ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સાંસદ બી પ્રકાશના રાજીનામાના કારણે આ પેટાચૂંટણી યોજવા જય રહી છે.  બિહારમાં, 27 ડિસેમ્બરે જનતા દળ યુનાઇટેડ (JDU) સાંસદ મહેન્દ્ર પ્રસાદના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જનતા દળ યુનાઇટેડના સાંસદ અને ઉદ્યોગપતિ ડૉ. મહેન્દ્ર પ્રસાદનું 81 વર્ષની વયે લાંબી માંદગી બાદ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. આ સીટ ડિસેમ્બર 2021થી ખાલી હતી. તેનો કાર્યકાળ એપ્રિલ 2024 સુધીનો છે. ચૂંટણી પંચે ચૂંટણી માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સાંજે 4 વાગ્યે મતદાન સમાપ્ત થયાના એક કલાક પછી મત ગણતરી થશે. પેટાચૂંટણી સમયે કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.