Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પુત્રએ જ પિતાનું ટિકિટમાં પત્તું કાપ્યું... ઝઘડીયાની સેફ બેઠક પરથી BTP અધ્યક્ષ મહેશ વસાવા ચુંટણી લડશે

વિધાનસભાની ચુંટણી જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચુંટણીનો માહોલ ઉભો થયેલો દેખાય છે. ઠેરઠેર વિવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, ભરૂચ જીલ્લાના ક્ષેત્રમાં આવતી પાંચ વિધાનસભા બેઠકોમાં એકમાત્ર આદિવાસી અનામત એવી ઝઘડિયા બેઠકની ચુંટણીમાં મોટી રસાકસીના એંધાણ વર્તાય રહ્યા છે.ઝઘડિયા બેઠક BTPનો ગઢઝઘડિયા બેઠક સામાન્યરીતે BTPનો ગઢ ગણાય છે. વર્ષોથી આ બેઠક પર BTP સુàª
01:03 PM Nov 09, 2022 IST | Vipul Pandya
વિધાનસભાની ચુંટણી જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચુંટણીનો માહોલ ઉભો થયેલો દેખાય છે. ઠેરઠેર વિવિધ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, ભરૂચ જીલ્લાના ક્ષેત્રમાં આવતી પાંચ વિધાનસભા બેઠકોમાં એકમાત્ર આદિવાસી અનામત એવી ઝઘડિયા બેઠકની ચુંટણીમાં મોટી રસાકસીના એંધાણ વર્તાય રહ્યા છે.
ઝઘડિયા બેઠક BTPનો ગઢ
ઝઘડિયા બેઠક સામાન્યરીતે BTPનો ગઢ ગણાય છે. વર્ષોથી આ બેઠક પર BTP સુપ્રીમો છોટુભાઇ વસાવા ચુંટાતા આવ્યા છે.આગામી ચુંટણીને અનુલક્ષીને છોટુભાઈ વસાવાએ BTP-JDU પાર્ટી સાથે ચુંટણી સમજુતી કરશે એવું જાહેર કર્યુ હતું ત્યારે છોટુભાઈના પુત્ર અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઇ વસાવાએ આ વાતનું ખંડન કરતા જણાવ્યુ હતુ કે, BTP JDU સાથે ગઠબંધન નહી કરે.

પિતાને બદલે પુત્ર ઉમેદવારી કરશે
દરમિયાન આજે BTP દ્વારા રાજ્યની છ વિધાનસભા બેઠકો માટેના સત્તાવાર ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. તેમાં મહેશભાઇ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે એમ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં ઝઘડિયા બેઠક પર પિતાને બદલે પુત્ર BTP તરફે ઉમેદવારી કરશે એ નક્કી થઇ ગયુ છે. ઝઘડિયા બેઠક પર ચુંટણી જંગ લડનાર ચાર મહત્વના રાજકીય પક્ષો પૈકી આમ આદમી પાર્ટી (AAP) અને BTPએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે હવે ભાજપા અને કોંગ્રેસ પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે કોને જાહેર કરે છે એને લઇને સમગ્ર વિધાનસભા બેઠક વિસ્તારમાં આતુરતા જણાય છે.
આ પણ વાંચો - BTPએ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જાણો મહેશ વસાવા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionBharuchBTPChhotuVasavaGujaratAssemblyElection2022GujaratFirstMaheshVasavaZAGHADIYA
Next Article