ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. હવે ત્યારે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત, મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શો અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે
01:58 PM Sep 19, 2022 IST | Vipul Pandya

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. હવે ત્યારે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત, મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શો અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે અને સાથે સાથે પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે. મોરબી ખાતે જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય રોડ-શો તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ રોડ-શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

વીરાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે

20 સપ્ટેમ્બરના રોજ ગાંઘીનગર ખાતે યોજનાર વીરાજંલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેં.પી.નડ્ડા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે અને ઇ બાઇકને ફલેગ ઓફ કરવામાં આવશે. 
 
આ ઉપરાંત ગુજરાત ભાજપના મેન્ડેટ ઉપર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જનપ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજનાર છે. પ્રવાસના બીજા દિવસ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યાર બાદ અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકઓ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.

Tags :
BJPNationalPresidentGujaratGujaratFirstJ.P.Naddatwo-dayvisit
Next Article