ભરૂચ જિલ્લાની પાંચ પૈકી 3 બેઠકો ઉપરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા.
ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે ત્યારે આજરોજ 3 ઉà
ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. વાગરા, અંકલેશ્વર તથા જંબુસર બેઠકના ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે
Advertisement
ત્યારે આજરોજ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. વાગરા બેઠકના ભાજપાના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતેથી જંગી રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. તેઓએ સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર પણ કર્યા હતા. અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે જઈ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ સાથે ભરતસિંહ પરમાર, ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, ફતેસિંહ ગોહિલ સહિતના ભાજપાના આગેવાનો જોડાયા હતા.
ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું
અંકલેશ્વર ખાતે વર્તમાન ધારાસભ્ય અને ભાજપાના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઢોલ નગારા સાથે તેઓ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. તાલુકાના પ્રભારી દિવ્યેશભાઈ પટેલ, નગરસેવક સંદીપભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ, પાલિકા પ્રમુખ તેમજ મંડળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામી ઉમેદવારી નોંધાવી
જંબુસરના ઉમેદવાર ડી.કે.સ્વામી એ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સંત સમુદાય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, નિરલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ સહિત સમર્થકોની હાજરીમાં તેઓએ પોતાનું ફોર્મ રજુ કર્યું હતું.
અંકલેશ્વરની બેઠક ઉપરથી બે ભાઈ ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા
રાજકારણમાં ભાઈ - ભાઈ સામે આવે તો આવો જ કિસ્સો અંકલેશ્વરની બેઠક ઉપરથી સામે આવ્યો છે જેમાં સગા બે ભાઈ ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે ચારધામથી અંકલેશ્વર ની બેઠક ઉપરથી ચૂંટાઈને આવતા વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આજથી 2002માં મેં મારા સગા કાકા ને મારી સામે રહેતા હતા અને માત્ર 50 મીટરનું અંતર હતું છતાં તેમને 2002માં 36000 જેટલા મતની લીડ મેળવી ઘર ભેગા કર્યા હતા. મારી સામે મારો ભાઈ આવે તો પણ અમને કોઈ ફરક પડતો નથી લોકો ભાજપની વિચારધારાને મત આપે છે અને આ વખતે હું 75000 મતની લીડથી જીત મેળવીશ તેવી આશાઓ વ્યક્ત કરી હતી
ભરૂચ જિલ્લામાં પાંચ બેઠક ભાજપ અને કોંગ્રેસનો સૌથી વધુ રસપ્રદ બની રહેનાર છે
ભરૂચ જિલ્લામાં પાંચ બેઠક ઉપર સૌપ્રથમ વખત મજબૂત ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જેમાં અંકલેશ્વર બેઠકની વાત કરવામાં આવે તો બે ભાઈને આમને સામને લાવીને મૂકી દીધા છે ભાજપના ઉમેદવાર સામે તેના જ સગા મોટાભાઈ વિજય ઉર્ફે વલ્લભને કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવતા આ બેઠક સૌથી વધુ રસપ્રદ બની રહેનાર છે
40 વર્ષથી ભાજપમાનું હતું શાસન
ભાજપમાંથી અંકલેશ્વરમાં ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા ઈશ્વર પટેલ સામે તેમનો જ મોટો ભાઈ વિજય ઉર્ફે વલ્લભ પટેલ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતાર્યા છે અને તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે અમે અમારા માતા-પિતાની વિચારધારા ઉપર ચાલવા વાળા છીએ મારો ભાઈ એ વિચારધારા પર ચાલતો નહોતો એટલે મેં છેડો ફાડ્યો હતો. બાકી હું 40 વર્ષથી ભાજપમાં જ હતો મારી કોલેજથી 2021 સુધીની રાજનીતિ સફળ રહી છે 2020 માં પણ અપક્ષ માંથી ઉમેદવારી કરી મેં જીત હાંસલ કરી છે અને મારા પુત્ર એ પણ ઉમેદવારી કરી હતી અને તે માત્ર 8 મતોથી પરાજિત થયો હતો અમે સમાજ માટે કામ કરવા વાળા છે એટલે અમને વિશ્વાસ છે કે સમાજ અમારી સાથે છે અને એટલે જ વિધાનસભાની ચૂંટણીમાં કેટલું પાણી છે તે ખબર પડી જશે તેવી પ્રતિક્રિયા રજૂ કરી હતી
.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement