Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દાહોદ જિલ્લાની 4 વિધાનસભા સીટો ઉપર ભાજપે આ ઉમેદવારોને આપી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં દાહોદની 4 વિધાનસભા સીટના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી દીધાં છે. જેમાંથી 3 ધારાસભ્યોને રિપિટ કર્યાં છે જ્યારે દાહોદ સીટ પરથી ગત ચૂંટણીમાં હારેલા કનૈયાલાલ કિશોરી પર ભાજપે ફરી વિશ્વાસ મુક્યો છે. દેવગઢ બારિયાદાહોદની 134 દેવગઢ બારિયાની સીટ ઉપર આજે ભાજપની જાહેર થયેલી યાદીમાં વર્તમાન ધારાસભ્ય અનà«
દાહોદ જિલ્લાની 4 વિધાનસભા સીટો ઉપર ભાજપે આ ઉમેદવારોને આપી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં દાહોદની 4 વિધાનસભા સીટના ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરી દીધાં છે. જેમાંથી 3 ધારાસભ્યોને રિપિટ કર્યાં છે જ્યારે દાહોદ સીટ પરથી ગત ચૂંટણીમાં હારેલા કનૈયાલાલ કિશોરી પર ભાજપે ફરી વિશ્વાસ મુક્યો છે.
દેવગઢ બારિયા
દાહોદની 134 દેવગઢ બારિયાની સીટ ઉપર આજે ભાજપની જાહેર થયેલી યાદીમાં વર્તમાન ધારાસભ્ય અને માજી મંત્રી બચુભાઈ ખાબડનું નામ જાહેર થયું હતું. બચુભાઈ ખાબડનું  નામ જાહેર થતાં તેમના સમર્થક કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.
ફતેપુરા
ફતેપુરા વિધાનસભાની છે જે સાઈટ પરથી વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશ કટારાને રીપિટ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની ફતેપુરાની સીટ પર રમેશ કટારા 2017માં માત્ર 2711 મતોથી જીત્યા હતા અને આ વખતે કોંગ્રેસમાંથી તેઓની સામે હારી ગયેલ પ્રતિદ્વંદી રઘુ મછારને રીપિટ કર્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ગોવિંદ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ગોવિંદ પરમાર ર્કોંગ્રેસના મજી તાલુકા પ્રમુખ હતા અને તેઓ  પણ ટિકિટની માંગણી કરી હતી.પરંતુ તેઓની ટિકિટ કપાતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને તમને આમ આદમી પાર્ટીએ ટીકીટ આપી છે જેનો સીધો ફાયદો ભાજપને થતો જોવાઈ રહ્યો છે.
દાહોદ
દાહોદ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના કનૈયાલાલ કિશોરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાની ચાર વિધાનસભા પૈકી દાહોદ વિધાનસભા બેઠક પર મોવડી મંડળે ફરીથી એક વખત કનૈયાલાલ કિશોરી પર વિશ્વાસ મૂક્યો છે ગત ચૂંટણી માં 15,303 મત થી હારી ગયા હતા તેમ છતાં પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂકી તેમને ઉમેદવાર બનાવ્યા છે આ વખતે દાહોદ ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા ડો. દિનેશ મુનીયાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે દેખવાનું રહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર તરીકે  કનૈયાલાલ કિશોરી સામે કોને ઉતરશે તે જોવું રહ્યું.
લીમખેડા
જ્યારે દાહોદ લીમખેડા ભાજપમાંથી વર્તમાન ધારાસભ્ય શૈલેષ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે. તેમને ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી અને તેમના સમર્થકોએ ગત વખત કરતા વધારે માર્જીનથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.