'ગુજરાત ફર્સ્ટ' પર મોટો ધડાકો, વિપુલ ચૌધરીનો પર્દાફાશ, કરોડોનો કાળોખેલ
ગુજરાત ફર્સ્ટે આજે ફરી એક વાર વિપુલ ચૌધરી મુદ્દે એક્સક્લુઝીવ માહિતી સામે આવી છે. જેમાં અમે વિપુલ ચૌધરી કેસમાં મોટો ઘટસ્ફોટ કરી રહ્યાં છીએ. ACB મુજબ વિપુલ ચૌધરીના કૌંભાંડમા કરોડો રૂપિયાના કૌંભાંડનો પર્દાફાશ કર્યો છે. વિપુલ ચૌધરી હાલમાં અર્બુદાસેનાની આડમાં આ કાળા કરતૂતોનો દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે આજે ગુજરાત ફર્સ્ટ પાસે સુપર એક્સક્લુઝીવ માહિતી આવી છે કે વિપુલ ચૌધરીના
12:22 PM Sep 23, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત ફર્સ્ટે આજે ફરી એક વાર વિપુલ ચૌધરી મુદ્દે એક્સક્લુઝીવ માહિતી સામે આવી છે. જેમાં અમે વિપુલ ચૌધરી કેસમાં મોટો ઘટસ્ફોટ કરી રહ્યાં છીએ. ACB મુજબ વિપુલ ચૌધરીના કૌંભાંડમા કરોડો રૂપિયાના કૌંભાંડનો પર્દાફાશ કર્યો છે. વિપુલ ચૌધરી હાલમાં અર્બુદાસેનાની આડમાં આ કાળા કરતૂતોનો દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે આજે ગુજરાત ફર્સ્ટ પાસે સુપર એક્સક્લુઝીવ માહિતી આવી છે કે વિપુલ ચૌધરીના અલગ અલગ બેંકમાં કુલ પાંચ એકાઉન્ટ છે અને બેન્ક એકાઉન્ટમાં આશરે 100 કરોડથી વધુના બેનામી નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોવાનો ACBએ ઘટસ્ફોટ કર્યો છે. વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યોના નામે આશરે 25 જેટલા અલગ અલગ બેંકમાં એકાઉન્ટ તપાસમાં ખુલ્યાં છે જે તમામ એકાઉન્ટમાં 250 કરોડના નાણાકીય વ્યવહારો થયેલા છે.
કરોડોનો કાળો ખેલ, વિદેશી બેનામી વ્યવહારો પકડાયા
વિપુલ ચૌધરીના એચયુએફના આઈડીબીઆઇ બેન્ક ખાતા નંબર XXXX XXXX XXXX557માં વર્ષ 2011-12માં ફક્ત એક વર્ષમાં જ 4 કરોડ 25 લાખ 82 હજાર 420ના નાણાકીય વ્યવહારો થયેલા છે, જે પૈકી બે કરોડ 95 લાખ 93 હજાર 220 ના વ્યવહારો વિદેશમાં થયેલા છે. વિપુલ ચૌધરીના બેંક ખાતાઓમાં કરોડો રુપિયાની ભેદી લેવડદેવડ થઇ હોવાનું સામે આવ્યું છે. વિપુલ ચૌધરીના બેંક ખાતાઓમાં વિપુલ પ્રમાણમાં કરોડો રુપિયાની ભેદી લેવડ દેવડ સામે આવી છે.
પરિવારના સભ્યના નામે કરોડો રૂપિયાની કિંમતનો વિદેશમાં બંગલો
વિપુલ ચૌધરીના વધુ એક એકાઉન્ટમાંથી આશરે 1.5 કરોડ જેટલી રકમ વિદેશમાં મોકલવામાં આવેલ છે યુએસએના ટેક્સાસ ખાતે તેમના તથા તેમના પરિવારના સભ્યના નામે કરોડો રૂપિયાની કિંમતનો બંગલો ખરીદવામાં આવેલ છે. વધુમાં વિપુલ ચૌધરીના icici બેંકમાંઆવેલ એકાઉન્ટ XXXXXXX1650 અને XXXXXXXX1264 માંથી 53,54,953 રૂપિયા વિદેશમાં મોકલવામાં આવ્યા છે તેમજ વિપુલ ચૌધરીના જ આઇડીબીઆઇ બેન્ક એકાઉન્ટ XXXX XXXX XXXX188 માંથી એક કરોડ 01લાખ 38 હજાર ,500 જેટલા રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા છે.
પત્ની અને પરિવારના નામે કર્યું બેનામી રોકાણ
વિપુલ ચૌધરીના નામે સાત કંપનીઓ એલએલપી તથા તેઓના પરિવારના સભ્યોમાં તેમની પત્ની ગીતાબેન ચૌધરીના નામે 15 કંપનીઓ એલએલપી તથા તેઓના પુત્ર પવન ચૌધરીના નામે ત્રણ કંપનીઓ એલએલપી તપાસ દરમિયાન સામે આવેલ છે. વિપુલ ચૌધરી ના નામે પાંચ તેમના પત્ની ગીતાબેનના નામે 10 તથા દીકરાના નામે 6 બેંક એકાઉન્ટ ઉપરાંત એલએલપીના બેન્ક એકાઉન્ટની માહિતી સામે આવી છે.
ખાનગી પેઢી રાજકમલ પેટ્રોલ એન્ડ ડીઝલ સર્વિસ કંપનીમાં બેનામી રોકાણ
વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના હોદ્દેદાર હોવા છતાં તેમની પોતાની ખાનગી પેઢી રાજકમલ પેટ્રોલ એન્ડ ડીઝલ સર્વિસ કંપનીના સાથે વ્યાપારિક સંબંધો રાખી ગુજરાત સહકારી સોસાયટીના નિયમોને નેવે મૂકી દૂધસાગર ડેરીમાંથી 2010થી 2012 વચ્ચે રાજકમલ પેટ્રોલ ડીઝલ કંપનીના એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા જેટલા નાણા જમા કરાવેલ છે.
કરોડો રૂપિયા જે વિદેશમાં મોકલવામાં આવ્યા
વિપુલ ચૌધરી અને તેમના પરિવારના સભ્યોના તથા તેમની કંપનીના કુલ મળી 26 પાનકાર્ડના આઈટીઆર રિટર્ન મળી આવ્યા છે. આ વ્યવહારોના રિટર્ન્સ જોતા કરોડો રૂપિયા જે વિદેશમાં મોકલવામાં આવ્યા છે એની જાણ ઇન્કમટેક્ક્ષ વિભાગને જાણ કરાઇ હોય એવું જણાવ્યું નથી, આ અંગેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી હોવાનો ACBનો દાવો સામે આવ્યો છે. હાલમાં કેટલી રકમ હવાલાથી વિદેશ મોકલાઈ એની તપાસ ED કરશે. PMLA અંતર્ગત તપાસ કરશે. સાથે જ આ કાળાનાણા ક્યાંથી આવ્યાં ક્યાં ગયા તે અંગે પૂરતી તપાસ કરાશે.
આ પણ વાંચો-
વિપુલ ચૌધરીનું 800 કરોડનું કૌભાંડ, પત્ની-પુત્ર અને CA સામે પણ ACB માં ફરિયાદ નોંધાઇ
Next Article