Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ચૂંટણી પહેલાં આપમાં પોલમ-પોલ, ટિકિટ વહેંચણી મુદે વિડીયો વાયરલ

ગુજરાત ચૂંટણી પહેલાં આપમાં પોલમપોલ, ટિકિટ વહેંચણી મુદે વીડિયો વાયરલ, તો બીજી તરફ ભાજપના પ્રવક્તા મનોજ તિવારીના આપ પર પ્રહારો તો બીજી તરફ  કેન્દ્રની યોજનાની દિલ્હીમાં અમલીકરણ ન કરાયાનો RTIમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઉમેદવારના લાયકાતની જગ્યાએ પૈસાના જોરે ટિક્ટ આપ્યાનો ખુદ આપના કાર્યકરે જ આક્ષેપ કર્યો છે. મનોજ તિવારી પણ બુધવારે સુરતમાં ઓટો ચાલકો વચ્ચે પહોંચ્યાગુજરાતનું રાજકાર
ગુજરાત ચૂંટણી પહેલાં આપમાં પોલમ પોલ  ટિકિટ વહેંચણી મુદે વિડીયો વાયરલ
ગુજરાત ચૂંટણી પહેલાં આપમાં પોલમપોલ, ટિકિટ વહેંચણી મુદે વીડિયો વાયરલ, તો બીજી તરફ ભાજપના પ્રવક્તા મનોજ તિવારીના આપ પર પ્રહારો તો બીજી તરફ  કેન્દ્રની યોજનાની દિલ્હીમાં અમલીકરણ ન કરાયાનો RTIમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઉમેદવારના લાયકાતની જગ્યાએ પૈસાના જોરે ટિક્ટ આપ્યાનો ખુદ આપના કાર્યકરે જ આક્ષેપ કર્યો છે. 

મનોજ તિવારી પણ બુધવારે સુરતમાં ઓટો ચાલકો વચ્ચે પહોંચ્યા
ગુજરાતનું રાજકારણ આ દિવસોમાં 'ઓટો મોડ'માં આવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. હવે મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલને આ જ રીતે જવાબ આપ્યો. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં ઓટોમાં સવારી કરી અને ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન લીધું, હવે દિલ્હી બીજેપીના સાંસદ મનોજ તિવારીએ પણ આજ અંદાજમાં જવાબ આપ્યો છે. મનોજ તિવારી પણ બુધવારે સુરતમાં ઓટો ચાલકો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે થોડો સમય વિતાવ્યો હતો. 
Advertisement



એક છછુંદર પણ ભાજપને હલાવી શકશે નહીં." મનોજ તિવારી
ટ્વિટર પર એક વિડિયો શેર કરતા સાંસદે એમ પણ કહ્યું કે ગુજરાતમાં ભાજપને છછુંદરની જેમ પણ કોઈ હલાવી શકશે નહીં.મનોજ તિવારીએ વિડિયો સાથે ટ્વીટ કર્યું, “આજે મારા સુરતમાં રોકાણ પર, મને ગુજરાતના ઓટો ડ્રાઈવર ભાઈઓ તરફથી આમંત્રણ મળ્યું અને તેમના ઓટો સ્ટેન્ડ પર તેમની સાથે ચા પીધી. મોદીજી અને બીજેપી માટે તેમની પ્રશંસા એ સુનિશ્ચિત કરે છે કે લોકો આવશે અને જશે, પરંતુ એક છછુંદર પણ ભાજપને હલાવી શકશે નહીં." મનોજ તિવારી વિડીયોમાં ઓટો ડ્રાઇવરો સાથે વાતચીત કરતા જોવા મળે છે તો ક્યારેક તે ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા જોવા મળે છે તો ક્યારેક ઓટો ચાલકોને મીઠાઇ ખવડાવતા જોવા મળે છે. ભાજપના સાંસદો પણ આ દરમિયાન ગુજરાતમાં ઓટોની કિંમત પૂછે છે અને કહે છે કે દિલ્હીમાં તે વધુ મોંઘી છે.

ગુજરાતના લોકોએ યુપી-ગોવાની જેમ સાવધાન રહે
સાથે જ મિડિયા સાથેની વાતચીતમાં સુરતમાં ભાજપના નેતા મનોજ તિવારીના પ્રહાર કેજરીવાલ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ,કેજરીવાલ આજકાલ દિલ્હી છોડીને દરેક જગ્યા એ ફરે છે જ્યાં-જ્યાં કોંગ્રેસ કમજોર છે ત્યાં જ તેઓ સફળ થાય છે, અરવિંદની જે ઓળખ છે તે જૂઠ અને લૂંટ પર આધારિત છે, ગુજરાતના લોકોએ યુપી-ગોવાની જેમ સાવધાન રહે , કેજરીવાલ જેલના સળિયા પાછળ હોય તો નવાઇ નહીં"ભાજપ શાસિત રાજ્યોમાં કેજરીવાલને કોઇ નહીં સ્વીકારે
ચૂંટણી પહેલા આમ આદમી પાટીમાં ટિકિટ વિતરણનો વિવાદ
બીજી તરફ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન આપનો ટિકિટ કલહ પણ સામે આવ્યો છે. પૈસાના જોરે ટિકિટ વહેંચાતી હોવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. વેજલપુર બેઠકના દાવેદાર સાકિર શેખનો વિડીયો વાયરલ થયો છે જેમાં આમ આદમી પાર્ટીની નેતાગીરી સામે અનેક આરોપો લગાવ્યાં છે. સાથે જ પૈસાના જોરે કલ્પેશ પટેલને ટિકિટ આપવામાં આવી તેવું તેમનું કહેવું છે સાથે તેમણે વેજલપુર બેઠક પર ઉમેદવારને લઈ ફેરવિચારણાની માગ પણ કરી છે.
કાર્યકરોની વાતને AAP નજરઅંદાજ કરે છે. 
કેજરીવાલના વધુ એક જૂઠ્ઠાણાનો પર્દાફાશ
ગુજરાત પ્રદેશ ભાજપે આપની પોલ ખોલી છે. જેમાં કેજરીવાલની આયુષ્યમાન ભારત યોજના મુદ્દે  પર્દાફાશ કરાયો છે.
પ્રદેશ ભાજપ પ્રવકતા યગ્નેશ દવેએ ટ્વીટ કર્યું છે કે  ભાજપે RTIના માધ્યમથીઆપની દિલ્હીમાં ભાંડાફોડ કર્યો છે.યજ્ઞેશ દવેનો આરોપ છે કે, કેજરીવાલે આયુષ્યમાન ભારત યોજના દિલ્હીમાં લાગુ જ નથી કરી આ યોજના હેઠળ ગરીબોને  રૂ. 5 લાખની મેડિકલ સહાય મળે છે. 


મંત્રીશ્રી જગદીશ પંચાલના AAP પર આકરા પ્રહાર
ભાજપ કાર્યકર પર હિંસક હુમલા મુદ્દે પણ ભાજપના મંત્રી જગદીશ પંચાલે કેજરીવાલને  આડેહાથ લેતાં કહ્યું કે  આવી  રાજનિતિ કેજરીવાલના ગુંડા,અર્બન નક્સલીઓનું કૃત્ય છે, ગુજરાતની જનતા અર્બન નક્સલીઓને માફ નહીં કરે, હાર ભાળી ગયેલા કેજરીવાલ ગુંડાઓના સહારે ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે.
Advertisement

Tags :
Advertisement

.