Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી સભાઓ ગજવશે, આ તારીખે આવશે ગુજરાત

જનસભા સાથે કાર્યકર્તાઓને વડાપ્રધાનશ્રી મોદી કરશે સંબોધનબે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીવડાપ્રધાનશ્રી મોદી ગુજરાતમાં 15થી 20 સભાઓ ગજવશેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થઈ ચુકી છે. ગુજરાતમાં (Gujarat) આ વખતે બે તબક્કામાં યોજાશે જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે ત્યારે હવે વડાપ્રધાનશ્ર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી સભાઓ ગજવશે  આ તારીખે આવશે ગુજરાત
  • જનસભા સાથે કાર્યકર્તાઓને વડાપ્રધાનશ્રી મોદી કરશે સંબોધન
  • બે તબક્કામાં યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
  • વડાપ્રધાનશ્રી મોદી ગુજરાતમાં 15થી 20 સભાઓ ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થઈ ચુકી છે. ગુજરાતમાં (Gujarat) આ વખતે બે તબક્કામાં યોજાશે જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી યોજાશે ત્યારે હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો (Narendra Modi) ગુજરાત પ્રવાસ નક્કી થયો છે.
15 થી 20 ચૂંટણીસભાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આગામી 5 અને 6 નવેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં તેઓ 15 થી 20 ચૂંટણી સભાઓ ગજવશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઝોન પ્રમાણે કાર્યક્રોમો ઘડાશે. જેને લઈને ભાજપે (BJP) તૈયારીઓ શરૂ કરી દીધી છે. જનસભાઓની સાથે-સાથે વડાપ્રધાનશ્રી ભાજપના કાર્યકર્તાઓને પણ સંબોધશે.
જનસભા અને કાર્યકર્તાઓ સંબોધશે
હવેના પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસો સંગઠનાત્મક બાબતોને લઈને હશે. પાર્ટી દ્વારા આયોજીત કરવામાં આવેલા આ પ્રવાસો હશે. સાથે જ તેઓ સ્થાનિક કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ઝોન પ્રમાણે કાર્યક્રમો આયોજીત થઈ રહ્યાં છે. તબક્કાવાર અલગ-અલગ વિસ્તારોમાં વડાપ્રધાનશ્રી (PM Narendra Modi) પહોંચશે.
Advertisement
Tags :
Advertisement

.