Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ બાદ હવે BTP એ તેના 12 ઉમેદવારોની યાદી કરી જાહેર, છોટું વસાવા નહીં લડે ચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે તમામ પક્ષ પોતાને જનતા સમક્ષ તેમના માટે યોગ્ય સાબિત કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે કોંગ્રેસ બાદ BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) એ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. BTP એ પોતાના 12 ઉમેદવારોના નામ જાહેર કર્યાગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્à
11:08 AM Nov 13, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે તમામ પક્ષ પોતાને જનતા સમક્ષ તેમના માટે યોગ્ય સાબિત કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે કોંગ્રેસ બાદ BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) એ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 
BTP એ પોતાના 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ચૂક્યું છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. તાજેતરમાં BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) એ તેના 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પ્રથમ યાદીમાં નાંદોદ વિધાનસભામાં મહેશ સરાદભાઈ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે અન્ય 11 વિધાનસભા બેઠકો પર પણ નામ જાહેર કર્યા છે. જ્યારે દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે. 


આ યાદીમાં BTPના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી લડવાના નથી. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે 2022મા છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ઉમેદવારી નહીં કરે. ડેડીયાપાડામાંથી બહાદુર વસાવાને ટિકિટ આપે તેવી શકયતા દેખાઈ રહી છે. હજુ આ બન્ને સીટ BTP એ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી.

બે તબક્કામાં થશે મતદાન:

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:

પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:

જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

આ પણ વાંચો - ગુજરાતની મુલાકાતે PM મોદી, ભાવનગરમાં 552 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં આપશે હાજરી
Tags :
AAPBJPBTPCongressElectionElection2022GujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratFirstGujaratVidhanSabhaElectionGujaratVidhanSabhaElection2022
Next Article