ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકઝિટ પોલ પ્રમાણે AAPને કારણે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોની મતોની ટકાવારી ઘટી, જો કે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) એકઝિટ પોલ સામે આવી ચૂક્યા છે. તમામ એકઝિટ પોલ(Exit polls) અનુસાર ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તા પર કબજો કરવા જઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસને મોટુ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ થોડીક બેઠકો જીતશે તેવું એકઝિટ પોલ કહી રહ્યા છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપની મતની ટકાવારી ઘટશે, પરંતુ સૌથી વધુ નà«
04:57 AM Dec 06, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections) એકઝિટ પોલ સામે આવી ચૂક્યા છે. તમામ એકઝિટ પોલ(Exit polls) અનુસાર ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તા પર કબજો કરવા જઈ રહી છે. બીજી તરફ, કોંગ્રેસને મોટુ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ થોડીક બેઠકો જીતશે તેવું એકઝિટ પોલ કહી રહ્યા છે. 
જો એક્ઝિટ પોલનું માનીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપની મતની ટકાવારી ઘટશે, પરંતુ સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયું છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવામાં સફળ રહેશે તેમ જણાય છે. જેનો સીધો ફાયદો ભાજપને મળતો હોવાનું એકઝિટ પોલ કહી રહ્યા છે. 
ટાઇમ્સ નાઉ અને ETGના એક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપને 2017ની  ચૂંટણીમાં 49.3% વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે એક્ઝિટ પોલમાં 42% વોટ શેરનો અંદાજ છે. આમ ભાજપને -7.3 ટકાનું નુકસાન થયું છે. જ્યારે 2017માં કોંગ્રેસના મતોની ટકાવારી 41.7 હતી, જે હાલના એક્ઝિટ પોલમાં 30 ટકા રહી  છે. આમ કોંગ્રેસને 11 ટકાથી પણ વધુ વોટનું નુકસાન સહન કરવું પડી શકે છે.
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો ભાજપને 131 બેઠકો, કોંગ્રેસને 41 બેઠકો, AAPને 6 બેઠકો, જ્યારે અન્યને 4 બેઠકો મળવાની ધારણા છે.
ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ભાજપ 150 બેઠકોની સંપૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 129થી 151 બેઠકો, કોંગ્રેસને 16થી 30 બેઠકો, AAPને 9થી 21 બેઠકો, જ્યારે અન્યને 2થી 6 બેઠકો મળવાની સંભાવના છે.
સી-વોટરના એક્ઝિટ પોલમા પ્રમાણે પણ ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવી રહ્યો છે. આ એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 131થી 142 બેઠકો, કોંગ્રેસને 28થી 36 બેઠકો, AAPને 7થી 15 બેઠકો, જ્યારે અન્યને 0થી 2 બેઠકો મળવાનું અનુમાન છે. 
આ પણ વાંચો  -  ઉમેદવારોના મનમાં 2 દિવસ ફડક..'જાને ક્યા હોગા રામા રે...'

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AAPAssemblyElectionAssemblyElection2022BJPCongressElectionElection2022exitpollsGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstvotepercentagevotesharing
Next Article