ખેરાલુ અને સમી બેઠક પર 50 વર્ષથી એક જ પરિવારનો દબદબો, વાંચો રોચક માહિતી
ગુજરાતમાં માત્ર બે વિધાનસભામાં બેઠક પર 50 વર્ષથી એક જ પરિવારનો દબદબોખેરાલુ અને સમી બેઠક ઉપર 50 વર્ષથી એક જ પરિવારનો રાજયોગમહેસાણાની ખેરાલુ બેઠક પર શંકરજી ઓખાજી ઠાકોર કોંગ્રેસ, અપક્ષ, જનતા દળમાંથી, તો પુત્ર ભાજપમાંથી ત્રણવાર જીત્યાઆ વખતે બીજા પુત્ર અપક્ષમાં ચૂંટણી લડે છેપાટણની સમી બેઠક પર વીરાજી ઠાકોર 1975થી 1985 સુધી અને ત્યારબાદ પુત્ર દિલીપજી ઠાકોર આજદિન સુધી ભાજપના ઉમેદવાર છેગુજર
06:51 AM Dec 03, 2022 IST
|
Vipul Pandya
- ગુજરાતમાં માત્ર બે વિધાનસભામાં બેઠક પર 50 વર્ષથી એક જ પરિવારનો દબદબો
- ખેરાલુ અને સમી બેઠક ઉપર 50 વર્ષથી એક જ પરિવારનો રાજયોગ
- મહેસાણાની ખેરાલુ બેઠક પર શંકરજી ઓખાજી ઠાકોર કોંગ્રેસ, અપક્ષ, જનતા દળમાંથી, તો પુત્ર ભાજપમાંથી ત્રણવાર જીત્યા
- આ વખતે બીજા પુત્ર અપક્ષમાં ચૂંટણી લડે છે
- પાટણની સમી બેઠક પર વીરાજી ઠાકોર 1975થી 1985 સુધી અને ત્યારબાદ પુત્ર દિલીપજી ઠાકોર આજદિન સુધી ભાજપના ઉમેદવાર છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માટે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે રોચક સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં માત્ર બે વિધાનસભા બેઠકો એવી છે જ્યાં છેલ્લા 50 વર્ષથી એક જ પરિવારનો દબદબો છે. આ બે બેઠક છે મહેસાણા (Mehsana) જિલ્લાની ખેરાલુ (Kheralu) અને પાટણ જિલ્લાની સમી બેઠક (Sami seat). ખેરાલુમાં 1972થી 2002 સુધી યોજાયેલી તમામ 7 ચૂંટણીમાં શંકરજી ઓખાજી ઠાકોર ઉમેદવાર હતા. તેમના અવસાન પછી 2007, 2012 અને 2017માં શંકરજીના પુત્ર ભરતસિંહ ડાભી ભાજપમાંથી ચૂંટાયા. આ વખતે શંકરજી ઠાકોરના બીજા પુત્ર રામસિંહ ઠાકોર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સમી બેઠક પર 1975થી 1985 સતત ત્રણ ચૂંટણી વીરાજી નવાજી ઠાકોર જનસંઘ અને ભાજપમાંથી જીત્યા. તેમના અવસાન બાદ પુત્ર દિલીપભાઈ ઠાકોર 1990થી 2007 સુધી સમી બેઠક પર અને પછી આ બેઠક રદ થતાં 2012થી આ ચૂંટણી સુધી ચાણસ્મા બેઠક પર ઉમેદવાર છે.
સમી બેઠકનો જંગ
સમી-હારિજ વિસ્તારના કર્મઠ આગેવાન વીરાજી નવાજી ઠાકોર 1975માં જનસંઘમાંથી, ત્યારબાદ 1980 અને 1985માં ભાજપમાંથી વિજેતા બન્યા હતા. તેમના અવસાન બાદ આ બેઠક પર પુત્ર દિલીપજી વીરાજી ઠાકોરને ભાજપે ટિકિટ આપી. તેઓ 1990, 1998 અને 2002માં વિજેતા બન્યા. જ્યારે ભાવસિંહ ડાહ્યાભાઈ રાઠોડ સામે 1995 અને 2007માં પરાજય થયો. 2012માં સમી બેઠક રદ થતાં ચાણસ્મા બેઠક પર 2012 અને 2017માં ચૂંટણી જીત્યા. આ વખતે પણ ચાણસ્માથી ઉમેદવાર છે. સામે કોંગ્રેસે દિનેશજી આતાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જેમની વચ્ચે ખરાખરીનો જંગ છે.
ખેરાલુનો ઇતિહાસ
ખેરાલુ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના અગ્રણી અને શિક્ષણના ભેખધારી શંકરજી ઓખાજી ઠાકોર 1972માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ 1975માં કોંગ્રેસ, 1985માં અપક્ષ, 1990માં જનતાદળ તેમજ 1995 અને 1998માં કોંગ્રેસમાંથી જીત્યા. 1962માં સ્વતંત્ર પક્ષ તેમજ 1980 અને 2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા. તેમના અવસાન પછી પુત્ર ભરતસિંહ શંકરજી ડાભીને 2007માં ભાજપે ટિકિટ આપી વિજેતા બન્યા. 2012 અને 2017માં પણ ચૂંટાયા. 2019માં પાટણ લોકસભા બેઠક પર ચૂંટાતાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. 2022ની ચૂંટણીમાં ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોરે ભાજપમાંથી ટિકિટ માગી, પણ નહીં મળતાં અપક્ષ લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપમાંથી સરદારભાઈ ચૌધરી અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ દેસાઈ બંને ચૌધરી સમાજના ઉમેદવાર છે. અહીં ત્રિકોણિયો કશ્મકશ જંગ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article