Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફટકો, આ બે નેતા જોડાશે ભાજપમાં

ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઘણાં સિનિયર નેતાઓ  પક્ષપલટો કરી રહ્યાં છે. જેમાં હાલમાં પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાઇ રહ્યાં છે. આ બંન્ને નેતા 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે. પક્ષ તરફથી અમારી નોંધ લેવાતી નથીઆજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર પૂર્વ અધ્યક્ષ નરેશ રાવલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં  પોતાનો બળાપો કà
વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને ફટકો  આ બે નેતા જોડાશે ભાજપમાં

ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઘણાં સિનિયર નેતાઓ  પક્ષપલટો કરી રહ્યાં છે. જેમાં હાલમાં પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાઇ રહ્યાં છે. આ બંન્ને નેતા 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે.

Advertisement


પક્ષ તરફથી અમારી નોંધ લેવાતી નથી
આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર પૂર્વ અધ્યક્ષ નરેશ રાવલે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં  પોતાનો બળાપો કાઢતા કહ્યું કે અમે કોંગ્રેસ પક્ષ માટે ઘણું કર્યું પણ પક્ષમાં સાચા અને સારા કાર્યકરોની કોઇ કદર થતી નથી, તેમજ આટલા વર્ષો સુધી પક્ષને વફાદરા રહેવા છતાં પક્ષ તરફથી અમારી નોંધ લેવાતી નથી તેથી અમે પક્ષ છોડવાનું નક્કી કર્યું છે. વર્ષોથી કોઇ સિનિયર નેતાઓ એક ટેબલ પર સાથે જમ્યાં હોય તેવું યાદ નથી. નરેશ રાવલે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં હાલમાં ભયંકર અસંતોષ છે. સાથે જ પક્ષમાં નિષ્ઠાવાન કાર્યકરોની કદર પણ કરવામાં આવતી નથી. 
પક્ષ અમારી કદર કરતું નથી.  હાલમાં  ભાજપના તમામ નેતૃત્ત્વ સાથે વાતચીત થઇ રહી છે. અમે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇશું. 

આ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઇને સફળ રહ્યાં 
40 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ MP રાજુ પરમાર 17 ઓગસ્ટે ભાજપમાં જોડાશે. વર્ષ 2017 પછી કોંગ્રેસ પક્ષમાંથી 15 જટેલા MLA ભાજપમાં જોડાયા છે. જેમાં બ્રિજેશ મેરજા અને જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ગઝલ ગાયક મનબર ઉદાસ, મોસમ અને મલાકા મહેતા સહિત ગુજરાતી સંગીતના કેટલાક ગાયકો  અને બોદ્ધિકો ભાજપ સાથે જોડાયાં હતા. 
Tags :
Advertisement

.