ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખેરાલુના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાન, જાણો કેમ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાનવરેઠા, ડાવોલ, મહેકુબપુરા અને ડાલીસણા ગામ આ વખતે પણ નહીં કરે મતદાનગામના તળાવ સંપૂર્ણ ન ભરાય અને રૂપેણ નદી જીવંત ન થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો આ 4 ગામ દ્વારા લેવાયો છે સંકલ્પઆ સંકલ્પ ને પગલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ 4 ગામ મતદાનથી રહ્યા હતા અળગાવિધાનસભાની ચૂંટણીમાં પણ નહીં કરે એ 4 ગામના લોકો મતદાનગુજà
09:27 AM Dec 02, 2022 IST | Vipul Pandya
  • મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના 4 ગામ આ વખતે પણ નહીં કરે મતદાન
  • વરેઠા, ડાવોલ, મહેકુબપુરા અને ડાલીસણા ગામ આ વખતે પણ નહીં કરે મતદાન
  • ગામના તળાવ સંપૂર્ણ ન ભરાય અને રૂપેણ નદી જીવંત ન થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો આ 4 ગામ દ્વારા લેવાયો છે સંકલ્પ
  • આ સંકલ્પ ને પગલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ 4 ગામ મતદાનથી રહ્યા હતા અળગા
  • વિધાનસભાની ચૂંટણીમાં પણ નહીં કરે એ 4 ગામના લોકો મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં બીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બચ્યાં છે ત્યારે મહેસાણા (Mehsana)જિલ્લાના ખેરાલુ (Kheralu) વિધાનસભા મત ક્ષેત્રના 4 ગામોએ ફરી એક વાર મતદાનનો બહિષ્કાર જાહેર કરતા તમામ પક્ષો અને તંત્રને દોડતા થઇ ગયા છે. વાત જરા એમ છે કે ખેરાલુ વિધાનસભાના 4 ગામો એટલે કે ડાલીસણા, વરેઠા, ડાવોલ અને મહેકુબપુરા આ ગામોએ વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો આખેઆખા ગામનો બહિષ્કાર કર્યો છે. આ 4 ગામોની વર્ષોથી કેટલીક માંગણી પડતર રહી છે. તંત્ર દ્વારા સમયાંતરે વાયદાઓ ઘણા આપ્યા પણ કોઈ યોગ્ય નિરાકરણ તંત્ર લાવી શક્યું નથી. ત્યારે આ ચાર ગામના લોકો ખાસ ચૂંટણી ટાણે જ લોકશાહીનું મજબૂત ગણાતું હથિયાર એવા મતદાન નહિ કરવાનો સંકલ્પ લઈ તંત્ર અને સરકારનું નાક દબાવી આંખો ખોલવાનો પ્રયાસ કરતા આવ્યા છે.

અગાઉ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો
આ 4 ગામોએ અગાઉ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો અને 0 %મતદાન કરી પોતાની માંગણીઓ સામે મક્કમતા દર્શાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ નો આખેઆખા ગામોએ બહિષ્કાર કરી તંત્રની અને સરકારની ઊંઘ હરામ કરી હતી.
પાણીની માંગણી
ખેરાલુ વિધાનસભામાં સતલાસણા તાલુકાનો પણ સમાવેશ થાય છે. આ તાલુકો મુખ્યત્વે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે જેથી સિંચાઈના પાણીની ભારે સમસ્યાનો આ વિસ્તાર સામનો કરી રહ્યો છે. આ ગામોની માંગણીઓ ની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પણ આ વિસ્તારમાં આવેલો છે તેમ છતાં સામે સરોવર છતાં તરસ્યા જેવો ઘાટ સર્જાયો છે. આ 4 ગામોની માંગણી એવી છે કે તેમને ધરોઈ ડેમના કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવે અને ગામના તળાવ સંપૂર્ણ ન ભરાય અને રૂપેણ નદી જીવંત ન થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો આ 4 ગામ દ્વારા માતાજીના મંદિરે જઈ માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો સંકલ્પ કર્યો છે. 
આ 4 ગામોમાંથી એક ગામના ભાઈએ તો મંદિરમાં માતાજી ની સામે જઈ જ્યાં સુધી માંગણી ઓ નહીં સંતોષાય ત્યાં સુધી ચપ્પલ નહિ પહેરવાની પણ બાધા લઈ લીધી છે. 
ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી સમયે લોકોની ઉભી થતી માંગણી ઓ તેમજ તેનું નિરાકરણ નહિ આવતા રાજકીય પક્ષો પર તેની કેવી અસર વર્તાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--પોરબંદરમાં યુવા મતદાન મથકે લોકોમાં આકર્ષણ જમાવ્યું
Tags :
Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstKheraluMehsana
Next Article