Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌથી વધુ લિંબાયત, તો સૌથી ઓછા મજુરા સીટ પર ઉમેદવારો, સુરતની તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) મેદાન-એ-જંગમાં રાજ્યના જુજ એવા જિલ્લાઓ છે જેના પરિણામ પર સૌની નજર રહેવાની છે. પહેલા તબક્કામાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. જ્યારે બીજા તબક્કામાંનું ચિત્ર 21 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે સ્પષ્ટ થઈ જશે ત્યારે સુરત (Surat) અને વડોદરામાં (Vadodara) કેટલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે તેના પર નજર કરીએ તો સુરતનà
સૌથી વધુ લિંબાયત  તો સૌથી ઓછા મજુરા સીટ પર ઉમેદવારો  સુરતની તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) મેદાન-એ-જંગમાં રાજ્યના જુજ એવા જિલ્લાઓ છે જેના પરિણામ પર સૌની નજર રહેવાની છે. પહેલા તબક્કામાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. જ્યારે બીજા તબક્કામાંનું ચિત્ર 21 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે સ્પષ્ટ થઈ જશે ત્યારે સુરત (Surat) અને વડોદરામાં (Vadodara) કેટલા ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે તેના પર નજર કરીએ તો સુરતની 16 બેઠકો પર 148 ઉમેદવારો મેદાને છે જ્યારે વડોદરાની તમામ 10 બેઠકો પર 98 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા 21 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે વડોદરાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે.
સુરત : 16 બેઠક પર 168 યોદ્ધાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections 2022) સુરત જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પહેલા તબક્કામાં સુરતમાં યોજાનારા મતદાનમાં સુરત શહેરની 12 અને જિલ્લાની 4 બેઠકોના ફાઇનલ ઉમેદવારો નક્કી થઈ ચુક્યા છે. જેમાં સુરત શહેરની 12 બેઠકો પર 148 ઉમેદવારો તથા જિલ્લાની 4 બેઠકોમાં 20 ઉમેદવારો મળી કુલ 16 બેઠકો પર 168 ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે. જેમાં સૌથી વધુ લીંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાનમાં, જ્યારે સુરત શહેરમાં સૌથી ઓછા 4 ઉમેદવારો મજુરા બેઠક પર મેદાનમાં છે.
સુરતની બેઠકોના ઉમેદવારોની સંખ્યા
  • 155 ઓલપાડ વિધાનસભા બેઠક - 15 ઉમેદવાર.
  • 156 માંગરોળ બેઠક - 5 ઉમેદવાર.
  • 157 માંડવી બેઠક - 7 ઉમેદવાર.
  • 158 કામરેજ બેઠક - 8 ઉમેદવાર.
  • 159 સુરત પૂર્વ બેઠક - 14 ઉમેદવાર.
  • 160 સુરત ઉત્તર બેઠક - 9 ઉમેદવાર.
  • 161 વરાછા રોડ બેઠક - 5 ઉમેદવાર.
  • 162 કરંજ બેઠક - 8 ઉમેદવાર.
  • 163 લીંબાયત બેઠક - 44 ઉમેદવાર.
  • 164 ઉધના બેઠક - 10 ઉમેદવાર.
  • 165 મજુરા બેઠક - 4 ઉમેદવાર.
  • 166 કતારગામ બેઠક - 8 ઉમેદવાર.
  • 167 સુરત પશ્ચિમ બેઠક - 10 ઉમેદવાર.
  • 168 ચોર્યાસી બેઠક - 13 ઉમેદવાર.
  • 169 બારડોલી બેઠક - 5 ઉમેદવાર.
  • 170 મહુવા બેઠક - 3 ઉમેદવારો.
વડોદરા: 10 બેઠકો પર 98 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા
વડોદરા શહેર અને જિલ્લાની કુલ 10 બેઠકો પર 98 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યાં. બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં અકોટા બેઠક પર સૌથી વધુ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો કરજણ બેઠક પર સૌથી ઓછા 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. હવે 21મી નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે વડોદરામાં કેટલા ઉમેદવારો મેદાને છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
વડોદરાની બેઠકોના ઉમેદવારોની સંખ્યા
  • અકોટા બેઠક - 16 ઉમેદવારો
  • કરજણ બેઠક - 10 ઉમેદવારો
  • વાઘોડિયા બેઠક - 13 ઉમેદવારો
  • માંજલપુર બેઠક - 12 ઉમેદવારો
  • ડભોઇ બેઠક - 12 ઉમેદવારો
  • વડોદરા શહેરવાડી - 11 ઉમેદવારો
  • પાદરા બેઠક - 10 ઉમેદવારો
  • રાવપુરા બેઠક - 10 ઉમેદવારો
  • સાવલી બેઠક - 9 ઉમેદવારો
  • સયાજીગંજ બેઠક - 7 ઉમેદવારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.