Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'આપ' ગુજરાતના 7000 જેટલાં નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ

આજ રોજ દિલ્હીના CM અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ બેદિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. બીજી તરફ PM મોદી પણ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ધમધમાટ વધ્યો છે. ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે અમદાવાદના નરોડામાં આપ પાર્ટીનો કાર્યક્રમ છે. તાજેતરàª
 આપ  ગુજરાતના 7000 જેટલાં નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ
આજ રોજ દિલ્હીના CM અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ બેદિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. બીજી તરફ PM મોદી પણ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ધમધમાટ વધ્યો છે. ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. દરેક પક્ષ આવનારી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે અમદાવાદના નરોડામાં આપ પાર્ટીનો કાર્યક્રમ છે. તાજેતરમાં જ આપ પક્ષનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં આપના રાષ્ટ્રીય નેતા ઇસુદાન ગઢવી સહિત ઘણાં નેતાઓને મોટી જવાબદારી સોંપાઇ હતી. આજે આપ પાર્ટીના સંગઠનમાં 7500  જેટલા પદાધિકારીઓને શપથ કાર્યક્રમ યોજાયો છે.  
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે આજે ગુજરાત આવી રહ્યાં છે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. નરોડા મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ અપાવ્યાં હતાં. તમામ કાર્યકરોએ જનતાની નિષ્ઠાપૂર્વક  સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદનમુજબ સોંપાયેલ તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવ્યાં છે. 
4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે આપના મફત વીજળીના મુદ્દે વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમ યોજશે. જેમાં ગુજરાતમાં ફ્રી વીજળી મુદ્દે તેઓ હોદ્દેદારો સાથે ચર્ચા કરશે.  સાથે જ રાજ્યની અન્ય મહત્વની સમસ્યા પર વણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય, ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદ કેજરીવાલ સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે. ત્યારબાદ દિલ્લી જવા તેઓ રવાના થશે.
Advertisement
Tags :
Advertisement

.